અમદાવાદ મ્યુનિસિપલમાં સહાયક જુનીયર ક્લાર્ક માટે ભરતી બહાર પડી, જાણો પગાર સહિત અરજીની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા:૧૫/૦૪/૨૦૨૪ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
AMC Jobs: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્ક માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે 15 એપ્રિલ સુધી અરજી કરાશે. અરજી માત્ર ઓનલાઈન કરવાની રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા:૧૫/૦૪/૨૦૨૪ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
સહાયક જુનીયર કલાર્ક – કુલ જગ્યા ૬૧૨ (૨૬૮ - બિન અનામત, ૬૧ - આ.ન.વ., ૧૩૭ - સા.શે.પ.વ., જગ્યાની ૧૭ - અનુ.જાતિ, ૧૨૯ - અનુ. જનજાતિ) નોધ: દિવ્યાંગ અનામતની હાલ ૩૬ ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે.
લાયકાત - કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ કલાસ ગ્રેજયુએટ પાસ. સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ
પગાર ધોરણ - હાલ ફીક્સ વેતન રૂ. ૨૬૦૦૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ - ૨, પે મેટ્રીક્સ રૂ. ૧૯૯૦૦/૬૩૨૦૦ની ગ્રેડમાં બેઝીક સાથે જ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળશે.
વયમર્યાદા - 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.
અરજી ફી - ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી રૂ. ૫૦૦/- અને તથા આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. ૨૫૦/- (અંકે રૂપિયા બસો પચાસ પૂરા) ભરવાની રહેશે. દિવ્યાંગ જન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.
સૌ પ્રથમ ઉમેદવારે https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx લિંક પર જઈ, જે તે જગ્યા સામે દર્શાવેલ Apply Online પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે. જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.
ઓનલાઇન અરજી સબમીટ થયેથી અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે. જેમાં જગ્યાનું નામ, એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ ભરી ડપણતાંદ પર ક્લીક કરવાની રહેશે.
જો કોઇ કારણોસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરવી.
https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx
Submit પર ક્લીક કર્યા બાદ ગેટ વે પસંદ કરી ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અથવા નેટ બેંકીગ થી પેમેન્ટની પ્રકીયા પૂર્ણ કરવાની રહેશે.
મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી Recruitment & Results link Download Receiptમાં જઈને ઓનલાઇન અરજીની રસીદ મેળવવાની રહેશે.
જો ઉમેદવાર દ્વારા પેમેન્ટની પ્રક્રીયા પૂર્ણ કર્યા બાદ કોઇ કારણોસર પેમેન્ટ સફળ ન થાય તો, ઉમેદવારે ૩ કલાક બાદ જ બીજીવાર પેમેન્ટની પ્રક્રીયા કરવાની રહેશે.