Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રફતારના કેરના કારણે વધુ 2 લોકોએ જિંદગી ગુમાવી છે. બેફામ આવતી કારે એક્ટિવા સવારને અડફેટે લેતા 2નાં મોત થયા છે.

Ahmedabad Accident:અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો છે. શિવરંજની પાસે કારે એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી. મૃતકોના ઓળખ અશફાક અજમેરી અને અક્રમ કુરેશી તરીકે થઇ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયા હતા.
સુરતમાં વધુ એક રોડ અકસ્માત
સુરતના ઓલપાડ -સાયણ રોડ પર પણ અકસ્માત સર્જાયો હતો. માધવ ઇન્ડસ્ટ્રીઝ પાસે બેફામ કાર ચાલકે 2 સાયકલ ચાલકને ઉડાવ્યાં હતા, જેમાં એક સાયકલ પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય એક સાયકલ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટમાં દાખલ કરાયા હતા. અકસ્માત સર્જતા કાર ગટર માં પલટી મારી ગઈ હતી. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોચી બંને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્વાં હતા. પોલીસે કાર ચાલકની કરી અટકાયત કરી છે.
વાપીમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વાપીમાં બેફામ કાર ચાલકે બે લોકોને અડફેટેલેતા અકસ્માત સર્જાયોહતો. વાપીના ગુંજન વિસ્તારમાં આ ઘટના બની હતી, જેમાં કાર ચાલક નશામાં હોવાનો આરોપ છે. રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. નશામાં ચૂર કાર ચાલકને ચાલવાના પણ ફાફા હોવાનો દાવો પ્રત્યક્ષદર્શી કરી રહ્યાં હતા. આ ઘટનામાં પોલીસ જાતે જ ફરિયાદી બની તપાસ શરૂ કરી છે
ઉલ્લેખનિય છે કે,વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2021માં 15185 અને વર્ષ 2022માં 15751થી વધુ અકસ્માતો નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં આ અકસ્માતની સંખ્યા 13398 હતી એટલે તેમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે.વર્ષ 2021 અને 2022 એમ બે વર્ષમાં છેલ્લા બે વર્ષમાં અકસમાતાં વધારો જોવા મળ્યો છે તે પણ ચોંકાવનારી બાબત છે. ગુજરાતમાં રોજ એક રોડ અકસ્માતનું કારણ સગીર છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2023 અને 2024માં રાજ્યમાં 727 અકસ્માત 18 વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. દેશમાં 11,890 અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં 2,063 અકસ્માત સગીરોએ સર્જ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ રાજ્યમાં 2022 અને 2023 દરમિયાન 18 વર્ષથી નાના 893 એટલે કે વર્ષે સરેરાશ 446 યુવકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે.રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. સગીર દ્વારા ડ્રાઇવિંગના કિસ્સામાં બિહારમાં 44 લાખ, છત્તીસગઢમાં 1.30 લાખ, દિલ્હીમાં 44 હજાર, જમ્મુ કાશ્મીરમાં 1.36 લાખ, ઉત્તરાખંડમાં 1.05 લાખ, ઉત્તરપ્રદેશમાં 23 હજાર દંડ ઇ-ચલણમાં ફટકારાયો છે.





















