નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
આ ઘટના 4 ઓગસ્ટ 2025ની છે. જ્યારે છોકરીની માતા તેને ડે કેરમાંથી ઘરે લાવી ત્યારે તે સતત રડી રહી હતી

જો તમે વર્કિંગ પેરેન્ટ્સ છો અને તમારા બાળકોને ડેકેરમાં મુકીને કામ પર જાવ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોઈડા સેક્ટર-137ની એક સોસાયટીમાં સ્થિત ડેકેરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે કોઈપણને ચિંતામાં નાખી શકે છે.
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો #noida pic.twitter.com/z6ushv3PII
— ABP Asmita (@abpasmitatv) August 11, 2025
અહીં, એક મહિલા કેરટેકરે 15 મહિનાની માસૂમ બાળકીને થપ્પડ મારી, બચકા ભર્યા, પ્લાસ્ટિકના પટ્ટાથી માર માર્યો અને જમીન પર પછાડી દીધી હતી. આ સમગ્ર ઘટના ડે કેરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. માતા-પિતાની ફરિયાદ પર પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. આ મામલો સેક્ટર-142 પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
આ ઘટના 4 ઓગસ્ટ 2025ની છે. જ્યારે છોકરીની માતા તેને ડે કેરમાંથી ઘરે લાવી ત્યારે તે સતત રડી રહી હતી. કપડાં બદલતી વખતે માતાએ જોયું કે છોકરીની બંને જાંઘ પર બચકા ભર્યાના નિશાન હતા. ડોક્ટરે કહ્યું કે આ દાંતના કરડવાના નિશાન હતા. શંકાના આધારે માતા-પિતાએ ડે કેરના સીસીટીવી જોયા, જેમાં કેરટેકર બાળકીને નિર્દયતાથી માર મારતી અને જમીન પર પછાડતી જોવા મળી રહી છે.
માતા-પિતાનો આરોપ છે કે ઘટના સમયે ડે કેરના વડાએ બાળકીને સંભાળવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. ફરિયાદ કરવા પર આરોપી મહિલા અને ડે કેરના વડાએ તેમને અપશબ્દોમાં ધમકી આપી હતી. આથી ગુસ્સે થઈને માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સેક્ટર-142 પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી અને પીડિત છોકરીનું તબીબી પરીક્ષણ કરાવ્યું અને આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી હતી.
પોલીસે જણાવ્યું કે 4 ઓગસ્ટના રોજ પીડિતાના માતા-પિતા પાસેથી માહિતી મળી હતી કે તેમની 15 મહિનાની બાળકીને ડે કેરમાં કેરટેકરે માર માર્યો હતો અને છોકરીના પગ પર બચકા ભર્યાના નિશાન છે. આ સંદર્ભે ફરિયાદના આધારે સેક્ટર-142 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત બાળકીનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. સેક્ટર-142 પોલીસ સ્ટેશને આરોપી મહિલાને પોલીસ કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





















