શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: મનપાના હેલ્થ વિભાગે મચ્છરોનો ઉપદ્રવ હોય તેવા કેટલા એકમો કર્યા સીલ? કેટલા લાખ વસૂલ્યો દંડ, જાણો વિગત
મનપા હેલ્થ વિભાગ દ્વારા યુ.એન. મહેતા હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, રિલાયન્સ મોલ, ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિરમા વિદ્યાવિહાર વંદેમાતરમ લોટસ સાઇટ સહિતની સાઇટોને દંડ ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલા એકમોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન 291 એકમોની ચેકીંગ કરી 106 એકમોને નોટિસ ફટકારી છે અને 7 એકમો સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 6,058,00નો વહીવટી દંડ વસુલવામાં આવ્યો છે.
યુ.એન. મહેતા હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, રિલાયન્સ મોલ, ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિરમા વિદ્યાવિહાર વંદેમાતરમ લોટસ સાઇટ સહિતની સાઇટોને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બોડકદેવ નારાયણ સ્કૂલ, સાબરમતી, ચાંદખેડા, સહિતના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રિડીંગ મળી આવતા સાઇટ સીલ કરાઈ છે. આ સિવાય નરોડા વિઠ્ઠલ વેલોસિટી નામની સાઇટ પર એક લાખનો દંડ ફાટકારવામાં આવ્યો છે.
મનપાના હેલ્થ વિભાગ દ્વારા સીલ કરેલા એકમોમાં સંપત અલબેરા બાંધકામ (સાબરમતી), પામગ્લોરી બાંધકામ (ચાંદખેડા), હિન્દુસ્તાન માર્બલ ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ વિરાટ નગર, નારાયણ ગુરૂ સ્કૂલ, એડમિન ઓફિસ બોડકદેવ, હાઈ-ફાઈ કન્સ્ટ્રક્શન સાઈટ લાંભા, વિશાલ સુપ્રીમ 2 ઠક્કર નગર અને સ્વસ્તિક પીનાકલ નરોડાને સીલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement