Ahmedabad: અમદાવાદ પોલીસે હત્યા કેસના આરોપીને ઝડપી પાડ્યો, અકસ્માતની ઘટનામાં ખુલ્યો હતો રાજસ્થાન મર્ડર કેસનો મામલો
Ahmedabad Police: અમદાવાદ પોલીસની ફરી એકવાર પ્રસંશનીય કામગીરી સામે આવી છે. તાજેતરમાં જ અમદાવાદમાં થયેલા એક અકસ્માત બાદ એક મર્ડર કેસનો મામલો ખુલ્યો હતો
Ahmedabad Police: અમદાવાદ પોલીસની ફરી એકવાર પ્રસંશનીય કામગીરી સામે આવી છે. તાજેતરમાં જ અમદાવાદમાં થયેલા એક અકસ્માત બાદ એક મર્ડર કેસનો મામલો ખુલ્યો હતો, જેમાં આરોપી જુની અદાવત રાખીને હત્યા કેસને અંજામ આપ્યો હતો, આ મામલામાં અમદાવાદની 'એન' ટ્રાફિક આરોપીને ઝડપી પાડ્યો હતો, અને બોડકદેવ પોલીસને સોંપ્યો હતો. આ સમગ્ર ઘટના રાજસ્થાનના એક મર્ડર કેસ સાથે જોડાયેલી જુની અદાવતને લઇને ઘટી છે.
અમદાવાદના બૉડકેદવ 'એન' ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત 1લી ઓક્ટોબરે બૉડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લૉટ સામેના રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એ બૉલેરો કાર ચાલકે પૂરપાટ ઝડપે પોતાની કાર દોડાવીને એક શખ્સને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપી બૉલરો ચાલક જેનુ નામ ગોપાલસિંહ હરીસિંહ ભાટી છે જેને એક જુની અદાવતમાં મૂળ રાજસ્થાનના રહેવાસી 30 વર્ષીય નખતસિંહ અર્જૂનસિંહ ભાટીની સાયકલને પાછળથી ટક્કર મારી હતી.
ઘટના એવી છે કે, બોલેરો કાર ચાલક આરોપી ગોપાલસિંહ ભાટી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, તેની જુની અદાવત મૂળ રાજસ્થાનના રહેવાસી નખતસિંહ સાથે હતી. અગાઉ વર્ષ 2002માં નખતસિંહે ગોપાલસિંહના પિતાની રાજસ્થાનમાં હત્યા કરી દીધી હતી. જેનો બદલો લેવાના ઇરાદાથી આરોપી ગોપાલસિંહે બોલેરો કારથી નખતસિંહની સાયકલને પાછળથી ટક્કર મારી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર મામલો ત્યારે ખુલ્યો જ્યારે બોડકદેવ 'એન' પોલીસે અકસ્માત ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને જીણવટભરી તપાસ કરી હતી. હાલમાં આ મામલે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો