AHMEDABAD : સેક્રેડ-9 હુક્કાબારમાં રેડ મામલે મોટો ખુલાસો, હુક્કામાંથી લીધેલા સેમ્પલમાં નિકોટીન મળી આવ્યું,4 આરોપીઓની ધરપકડ
Ahmedabad News : પોલીસે SFLના રિપોર્ટના આધારે વધુ એક ગુનો નોંધી કેવલ પટેલ, આશિષ પટેલ, ધ્રુવ ઠાકર અને કરણ પટેલની ધરપકડ કરી છે.
Ahmedabad : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં SP રિંગ રોડ પર આવેલા સેક્રેડ-9 હુક્કાબારમાં રેડ મામલે મોટો ખુલાસો થયૉ છે. ડિજી વિજિલન્સની ટીમે સેક્રેડ 9 કાફેમાં રેડ કર્યા બાદ હવે વધુ એક ગુનો નોંધાયો છે. સેક્રેડ-9 હુક્કાબારમાં હુક્કામાંથી લીધેલા સેમ્પલમાં નિકોટીન મળી આવ્યું છે. SFLની તપાસમાં નિકોટીન મળી આવતા આ મામલે વધુ એક ગુનો નોંધાયો છે.
4 આરોપીઓની ધરપકડ
હર્બલહુક્કામાં નિકોટીન નાખી ગ્રાહકોને સેવન કરાવાતું હોવાનું સામે આવ્યું. આ મામલે ચાર લોકો સામે ગુનો નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી.પોલીસે SFLના રિપોર્ટના આધારે વધુ એક ગુનો નોંધી કેવલ પટેલ, આશિષ પટેલ, ધ્રુવ ઠાકર અને કરણ પટેલની ધરપકડ કરી છે. આ આરોપીઓ યુવા પેઢીને હુક્કાના રવાડે ચઢાવી રહ્યા હતા.
પ્રોહીબિશનના ગુના બાદ વધુ એક ગુનો નોંધાયો
વિજિલન્સે રેડ કરી હતી ત્યારે 68 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.. આ કાફેમાંથી જુદા જુદા ફ્લેવરના હુક્કા મળી આવતા પોલીસે 13 હર્બલ ફ્લેવર અને 29 જેટલા હુક્કાઓ જપ્ત કર્યા હતા.જેમાં નિકોટીન હોવાનું FSL રિપોર્ટમાં સામે આવતા પ્રોહીબિશનના ગુના બાદ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો.
3 થી 4 માસથી આ હુકકબાર ચાલતું હતું
પકડાયેલા હુક્કાબારના સંચાલકોમાંથી મુખ્ય કેવલ પટેલ અને આશિષ પટેલ છે. કેવલ પટેલે કાફે હુક્કાબાર માટે ભાડે આપ્યું હતું અને છેલ્લા 3 થી 4 માસથી આ હુકકબાર ચાલતું હતું. એટલું જ નહીં કેવલ પટેલની સેક્રેડ-9 નામથી કન્સ્ટ્રક્શનની સ્કીમ પણ બોપલમાં બની રહી છે.ત્યારે ડિજી વિજિલન્સ હુકકબારને લઈને જાણવા જોગ નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધાયો છે.
આરોપીઓએ હર્બલ હુક્કાબાર માટે હાઇકોર્ટમાં પરમિશન માંગી છે
નોંધનીય છે કે હુક્કાબાર સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં હર્બલ હુક્કાની પરમિશન માંગી હતી જેને લઈ હજી કોઈ ચુકાદો આવ્યો નથી પરંતુ શહેરમાં હર્બલ હુક્કાબાર ચાલી રહ્યા છે ત્યારે નિકોટીન હુક્કાબાર મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી.