AHMEDABAD : એક તરફથી પ્રેમમાં પાગલ પ્રેમીથી કંટાળી મહિલા ડોક્ટરે પોલીસ પાસે માંગી મદદ, પ્રેમીની અટકાયત
Ahmedabad News : યુવકે એક તરફી પ્રેમમાં પાગલ થઇને યુવતીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને અલગ અલગ 17 નંબર પરથી યુવતીને ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો.
Ahmedabad : અમદાવાદમાં એક તરફી પ્રેમથી કંટાળીને એક મહિલા ડોકટરે પોલીસ પાસે મદદ માંગી હતી. સેટેલાઇટ પોલીસે મહિલા ડોકટરની ફરિયાદના આધારે પ્રેમીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
2019ના વર્ષમાં પરિચય થયૉ હતો
અમદવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પોતાનું ક્લિનિક ચલાવતી મહિલા ડોકટરને મેટ્રી મોનિયલ સાઇટ પર એક યુવક સાથે પરિચય થયો. 2019ના વર્ષમાં થયેલ આ પરિચયના કારણે મહિલા ડોકટર પરેશાન થઈ ગઈ છે. મહિલા ડોકટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે યુવક સાથે કોઈ સંબન્ધ નથી રાખવો છતાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમીએ મહિલા ડૉક્ટર પર સતત દબાણ કરતો કે લગ્ન કરી લઈએ.
અલગ અલગ 17 નંબર પરથી યુવતીને ફોન અને મેસેજ કર્યા
યુવકે એક તરફી પ્રેમમાં પાગલ થઇને યુવતીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને અલગ અલગ 17 નંબર પરથી યુવતીને ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો. મહિલા ડૉક્ટર દ્વારા વાત કરવામાં ન આવતા પાગલ પ્રેમી પોતાનો ઈલાજ કરાવવા માટે ખોટી માંદગી બતાવી મહિલા ડોકટરના ક્લિનિક ઉપર પહોંચી જતો. આખરે મહિલા ડોકટર દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. જ્યારે ફરિયાદ બાદ પાગલ પ્રેમીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી કરી.
પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેને લઈને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની મુલાકાત વધારી દીધી છે. હવે આ કડીમાં પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે. પીએમ મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે. 27મીએ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવવાના છે.
મિશન 2022 માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત
મિશન 2022 માટે હવે કોંગ્રસે પણ કમર કસી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી સાથે મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ગુજરાત આવશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે આવતીકાલે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત પણ ગુજરાત આવશે. અમદાવાદમાં કોંગ્રેસના અગ્રનીય નેતાઓ સાથે બેઠક કરશે. 2 વાગ્યે અશોક ગેહલોત જયપુરથી અમદાવાદ આવશે. જયપુરમાં વિધાયકોની મીટિંગ પછી અમદાવાદ આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે.