શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદમાં બાળક પર શ્વાનનો હુમલો, શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો જમાવડો

હાઈકોર્ટની અંતિમ ફટકાર છતાં અમદાવાદ કોર્પોરેશન સુધરવા તૈયાર નથી. કેમ કે તહેવારમાં કામગીરી ઢીલી પડતા ફરી એક વખત રસ્તે પશુઓ જોવા મળ્યા છે.

Dog Attack On Child: અમદાવાદ શહેરમાં શ્વાનના ખસીકરણના દાવાના ફરી એક વખત ધજાગરા ઉડ્યા છે. જુહાપુરા વિસ્તારમાં 14 માસ બાળક ઘરના દરવાજા પાસે રમતું હતુ. આ દરમિયાન રખડતા શ્વાને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા અને બાળકને શ્વાનના મુખમાંથી બચાવ્યુ હતું. શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ છે. બાળક પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. પાંચ મહિના પહેલા જુહાપુરામાં સોનલ સિનેમા પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો.

અમદાવાદમાં રખડતા ઢોરનો જમાવડો

હાઈકોર્ટની અંતિમ ફટકાર છતાં અમદાવાદ કોર્પોરેશન સુધરવા તૈયાર નથી. કેમ કે તહેવારમાં કામગીરી ઢીલી પડતા ફરી એક વખત રસ્તે પશુઓ જોવા મળ્યા છે. રખડતા ઢોર અને રખડતા શ્વાનને ડામવા ચાર એજન્સીઓને કોર્પોરેશને કામગીરી સોંપી છે. પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ હોય એમ લાગે છે. એબીપી અસ્મિતાએ શહેરના જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, આનંદનગર વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું. તો અનેક સ્થળો પર રખડતા શ્વાન નજરે પડ્યા. આટલું જ નહીં રાહદારીઓને કનડગત થાય તે રીતે નજરે પડ્યા હતા. આમ, કોર્પોરેશન ભલે દાવા કરે પરંતુ જમીની વાસ્તવિક્તા અલગ જ છે.

ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ AMC એ કેટલા શ્વાન પકડ્યા છે તેના ઉપર નજર કરીએ તો

મહિનો    2022     2023
જૂન       5152     6002
જુલાઈ    4108     6054
ઓગષ્ટ     4084     5449
સપ્ટેમ્બર 3964     5271
ઓક્ટોબર 4468     5180
નવેમ્બર    5186     3819
ડિસેમ્બર   5996     ------

સુરતમાં શ્વાનનો આતંક

થોડા સમય પહેલા જ સુરત શહેરમાં ઠેર ઠેર હડકાયાં કુતરાનો આતંક સામે આવ્યો હતો. સુરતના બારડોલીમાં 12થી વધુ લોકોને હડકાયાં કુતરાએ બચકાં ભરી લેતા તમામ લોકો હૉસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા. સુરતના બારડોલીનગરમાં હડકાયાં કુતરાઓએ આતંક મચાવી દીધો હતો. અહીં 12 થી વધુ લોકોને હડકાયાં કુતરાંએ બચકાં ભરી લેતા તમામ લોકોની હાલત ગંભીર થઇ. બારડોલીનગરના ધૂળિયા ચોકડી સહિત અલગ-અલગ વિસ્તાર આ હડકાયાં કુતરા દ્વારા બચકાં ભરવાના બનાવો બન્યા હતા. આ પછી 6 જેટલા લોકોને સરદાર હૉસ્પિટલમાં તેમજ અન્ય લોકોને અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર અપાઈ. પાલિકા દ્વારા હડકાયાં કુતરાને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ

મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?

SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ

આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ

Embed widget