![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: ચાંગોદર-બાવળા હાઇવે પર ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ, બે મજૂરોના મોત, એક રાહદારીને ઇજા
અમદાવાદ શહેરમાંથી પસાર થતો ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં હાઇવે પર એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો હતો
![Ahmedabad: ચાંગોદર-બાવળા હાઇવે પર ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ, બે મજૂરોના મોત, એક રાહદારીને ઇજા Ahmedabad News: Eicher truck blast with the fuel of oxygen in changodar and bhavla highway, two died, one injured Ahmedabad: ચાંગોદર-બાવળા હાઇવે પર ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ, બે મજૂરોના મોત, એક રાહદારીને ઇજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/953edcf129582a449e5a27dc93ed08d6170653049921477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad News: અમદાવાદ નજીક અકસ્માત નજીક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઇ છે, અમદાવાદના ચાંગોદર અને બાવળા હાઇવે પર એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થઇ છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાંથી પસાર થતો ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં હાઇવે પર એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તાં પર ચાલનારી એક રાહદારી મહિલાને પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. હાલમાં આ ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવી છે.
ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટ થવાના કારણે આખો હાઇવે રૉડ બ્લૉક થઇ થયો હતો અને ઠેર ઠેર વાહનોનું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ વાત છે કે, અકસ્માત થયેલી આઇશરમાં ઓક્સિજન સિલીન્ડર વટવાની એવરેસ્ટ ગેસ કંપનીના હતા, જેને બાવળાની કંપનીમાં લઈ જવામાં આવી રહ્યાં હતા.
આબુરોડથી પરત ફરતા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, કારનું ટાયર ફાટતાં સર્જાઈ દુર્ઘટના
આબુરોડથી પરત અમદાવાદ આવતી કારનું ટાયર ફાટતાં કાર પલટી ગઇ હતી,. કારમાં 2 મહિલા અને 2 પુરૂષો સહિત એક બાળક સવાર હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્યને ઇજા પહોચી છે. એક મહિલાની સ્થિતિ વધુ ગંભીર હોવાના અહેવાલ છે. આ પરિવાર રિપબ્લિક ડેનો લોન્ગ વિકએન્ડ એન્જોય કરવા માટે અમદાવાદથી આબુરોડ ગયો હતો.જો કે રસ્તામાં અચાનક કારનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતાં કાર પલટી ગઇ હતી. આ દુર્ઘટના બનાસકાંઠાના ઈકબાલગઢ પાસે બની હતી.
તો 27 જાન્યુઆરીએવડોદરાના કારેલીબાગ ખાતે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલકે ફોર વહીલરને અડફેટે લીધી હતી અને કારને 100 મીટર સુધી ઢસડી હતી. સદનસીબે કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો. કુંભારવાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)