Ahmedabad News: અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિમતસિંહ પટેલે ચાર્જ સંભાળ્યો, જાણો શું આપી ચેતવણી
Ahmedabad News: અમદાવાદ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા પહેલા હિમતસિંહ પટેલે કાર્યકરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, પક્ષમાં ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે.
Ahmedabad Congress News: અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિમતસિંહ પટેલ ચાર્જ સંભાળી લીધો છે. રૂપાલી સિનેમા ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક અને રાજીવ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને નમન કરી પદયાત્રા કરી હતી. પદયાત્રા રૂપે લાલ દરવાજા સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલયમાં હિમતસિંહ પટેલે ચાર્જ સંભાળ્યો હતો.
હિંમતસિંહ પટેલે શું આપી ચેતવણી
અમદાવાદ શહેર પ્રમુખનો ચાર્જ સંભાળતા પહેલા હિમતસિંહ પટેલે કાર્યકરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, પક્ષમાં ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. કોંગ્રેસ પક્ષ લોકશાહીને વરેલો પક્ષ છે.યોગ્ય ફોરમમાં રજુઆત સાંભળી પક્ષ સુધી પહોંચાડવામાં આવશે.
લોકસભાની બે બેઠકો અંગે હિમતસિંહ પટેલનું નિવેદન આપતા કહ્યું, અમારી પાસે હાલમાં એક પણ બેઠક નથી પણ સંગઠન માળખાને મજબૂત બનાવવા કવાયત હાથ ધરાશે. કોંગ્રેસ પક્ષે આ દેશને બે પ્રધાનમંત્રી આપ્યા છે જેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. કોંગ્રેસના કાઉન્સિલરોમાં વિરોધ અંગે હિમતસિંહ પટેલે નિવેદન આપતા કહ્યું, તમામ કાઉન્સિલર વચ્ચેના મતભેદ દૂર કરવા પ્રયાસ કરવામાં આવશે. પક્ષમાં તમામ લોકો એક સાથે મળી પક્ષને આગળ વધારે તે જરૂરી છે.
હિંમતસિંહ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. વર્ષો પહેલા તેઓ અમદાવાદના મેયર તરીકે પણ રહી ચૂક્યા છે. ઉપરાંત બાપુનગરના ધારાસભ્ય રહી ચુક્યા છે. હિંમતસિંહ પટેલના પિતાનું નામ પ્રહલાદભાઈ છે. હિંમતસિંહ રખિયાલ ખાતે રહે છે. તેમના પત્નીનું નામ કેસંતીબેન છે. હિંમતસિંહનો જન્મ 1961ની 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે ધો. 9 સુધી શિક્ષણ લીધું છે. તેઓએ માતૃછાયા સ્ફુલમાંથી અભ્યાસ કર્યો હતો.
હિંમતસિંહ પટેલ નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. કોંગ્રેસ સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. તેમણે 2014 - 2017 વિધાનસભા લડ્યા તે પહેલાં સ્થાનિક કક્ષાએ ઘણા લોકો માટે ઉપયોગી કામ કર્યા હતા. તેમણે અમદાવાદ શહેરમાં મેયર તરીકે જવાબદારી પણ ઉપાડી હતી. કોરોના કાળમાં હિંમતસિંહ પટેલ અને સેવાભાવી નાગરિકોની મદદથી ગરીબો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને વિનામૂલ્યે જમાડવામાં આવતા હતા. તે સમયે પરપ્રાંતિયો અમદાવાદ ન છોડે અને કોંગ્રેસ તેમની સાથે હોવાનું કહ્યું હતું.
2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ સીટ પર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી હતી. સામા પક્ષે ભાજપે પરેશ રાવલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં હિંમતસિંહ પટેલ 326,633 જેટલા મતથી હારી ગયા હતા. 2014માં આ જીતની સાથે જ લોકસભા 2014માં અમદાવાદ પૂર્વ સીટ પર ભાજપનો વોટશેર 10.92 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર 7.82 ટકાથી ઘટ્યો હતો. ભાજપના ઉમેદવાર પરેશ રાવલને કુલ 633,582 વોટ મળ્યા હતા.