શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદમાં વધુ એક વખત ગ્રાહકને થયો ખરાબ અનુભવ, દાળવડાના ખીરામાંથી નીકળી ગરોળી

Ahmedabad News: ગ્રાહકે ચાંદખેડામાં આવેલ પૂજા ગૃહ ઉદ્યોગમાંથી ખીરું ખરીદ્યું હતું. ખીરું ઘરે લઈ જઇને દાળવડા બનાવતી વખતે ગરોળી જોવા મળી હતી.

Latest Ahmedabad News: છેલ્લા ઘણાં સમયથી ખાણીપીણીની વસ્તુઓમાં જીવ જંતુ જોવા મળ્યા હોય તેવા કેટલાંય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તેવામાં જમવાની જગ્યાએ જેર પિરસવામાં આવતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદમાં ગ્રાહકને વધુ એક વખત ખરાબ અનુભવ થયો છે. દાળવડાના ખીરામાંથી ગરોળી નીકળતાં ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકે ચાંદખેડામાં આવેલ પૂજા ગૃહ ઉદ્યોગમાંથી ખીરું ખરીદ્યું હતું. ખીરું ઘરે લઈ જઇને દાળવડા બનાવતી વખતે ગરોળી જોવા મળી હતી.

આ પહેલા પણ અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુ નીકળવાની ઘટના સામે આવી ચુકી છે. થોડા દિવસો પહેલા અમદાવાદમાં એકજ દિવસમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવ જંતુ નીકળ્યાં હોવાની ત્રણ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. બીજી તરફ ઓનલાઈન જમવાનું ઓર્ડર કરતાં ખાવાના શોખીન લોકોમાં તેમની સાથે આવી ઘટના ના ઘટે તેની ચિંતા સતાવી રહી છે. શહેરના આનંદનગરમાં રહેતા જોધપુરના રાવલ પરિવારે ગત 28 મેના રોજ વેજલપુર સ્થિત શ્રેયસ કોમ્પલેક્ષમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યુ હતું. પરિવાર રોજબરોજ અથાણાના ડબ્બામાંથી અથાણુ ખાતા હતા. પરંતુ 27 જૂને અથાણુ પૂરુ થવાના આરે આવતા તેમાંથી ચમચી વડે વધેલુ અથાણુ બહાર નીકાળતા આખી નાની ગરોળી નીકળી હતી. વિશેષમાં પરિવારે જણાવ્યુ હતું કે, અથાણુ રોજ ખાતા હોવાથી છેલ્લા એક મહિનાથી પરિવારને ઝાડા ઊલટીની અસર રહી હતી.

Ahmedabad News: અમદાવાદમાં વધુ એક વખત ગ્રાહકને થયો ખરાબ અનુભવ, દાળવડાના ખીરામાંથી નીકળી ગરોળી

સરખેજના ગંજ પાન પાર્લર માંથી ગ્રાહકે ઠંડા પીણાની બોટલ ખરીદી હતી. બોટલ ખોલતા તેમાંથી કાનખજુરો નીકળ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો ગ્રાહકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઠંડુ પીણુ પીવાથી ગ્રાહકે તબિયત પણ લથડી હોવાનો દાવો ગ્રાહકે કર્યો હતો. જો કે, AMCએ વાયરલ વીડિયોના આધાર પાન પાર્લરને સીલ કરી દીધું હતું. અમદાવાદના નરોડા વિસ્તારની. જેમાં એક વાયરલ વીડિયો પ્રમાણમાં સામે આવ્યું હતું કે, નરોડાની પ્રખ્યાત મયુર હોટલના પંજાબી શાખની વાનગી માંથી વંદો નીકળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ પહેલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટમાં ઢોસા ખાવા આવેલા ગ્રાહકના સંભારમાંથી મરેલી ઉંદરડી નીકળી હતી. આ સમગ્ર મામલે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરી હતી. આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં આ અંગે જાણ કરાતા તંત્ર દ્વારા રેસ્ટોરન્ટમાં ભારે ગંદકી રહેતી હોવાથી 20 જૂનના રોજ સીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

રાજકોટવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતજો, રજવાડી ઊંધિયાના પાર્સલમાંથી ઈયળ નીકળી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ

પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર

GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 

IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?

IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 

IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી

Embed widget