શોધખોળ કરો

AHMEDABAD : મોતના ભય સાથે જીવે છે રહીશો, AMCના હેલ્થ ક્વાર્ટરનું 60 વર્ષથી નથી થયું સમારકામ

Ahmedabad News : ચામુંડાનગર વિસ્તારમાં આવેલા AMCના હેલ્થ ક્વાર્ટર વર્ષ 1954માં બનાવવામાં આવ્યાં હતા.

Ahmedabad : અમદાવાદના ચામુંડાનગર વિસ્તારમાં આવેલા AMCના હેલ્થ ક્વાર્ટરમાં રહેતા રહીશો રોજ મોતના ભયનો સામનો કરી રહ્યાં છે. આનું કારણ એ છે કે  ચામુંડાનગર વિસ્તારમાં આવેલા AMCના હેલ્થ ક્વાર્ટર હાલ જર્જરિત અવસ્થામાં છે, કારણ કે  60 વર્ષ સુધી કોઈ સમારકામ થયું નથી. અહીં રહેતા 300 જેટલા AMCના સ્ટાફ કર્મચારીઓ પર દરરોજ માથે મોત ઝળુંબી રહ્યું છે. 

1954માં બન્યા હતા હેલ્થ ક્વાર્ટર 
એક તરફ રાજ્ય સરકાર રી-ડેવલપમેન્ટ કરવા હાકલ કરી રહી છે.આ તરફ અમદાવાદ શહેરના ઉત્તરઝોનમાં આવેલા ચામુંડાબ્રિજ પાસેના ચામુંડાનગર મ્યુ.હેલ્થ કવાટર્સની હાલત અતિગંભીર છે. વર્ષ 1954માં બનાવવામાં આવેલા હેલ્થ કવાટર્સમાં હાલ 144 મકાનો હયાત છે.જેમાં અંદાજે 300 જેટલા AMCના સ્ટાફ કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે.

રી-ડેવલપમેન્ટમાં ટેન્ડરિંગની પ્રક્રિયા અટકી
હાલની સ્થિતિ અનુસાર AMC એ ટેન્ડર બહાર પાડ્યું હતું પણ તેની સામે એક પણ કોન્ટ્રાકટરે  રસ ન દાખવતા હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા અટકી હોવાની નોટિસ લગાવવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીના સ્થાનિકોને રી-ડેવલપમેન્ટમાં સમાવવામાં આવ્યા નથી.તેમની સામે તમામ સ્ટાફ કવાટર્સના સભ્યોનો વિરોધ છે. રહીશોની માંગ છે કે બિલ્ડર હયાત સ્થાનિકોને જ મકાન ફાળવે. અન્ય કોઈ પણ જાતિના લોકોને મકાન ફાળવવા સામે વિરોધ છે.

અમદાવાદમાં પત્નીએ જ કરાવી પતિની હત્યા 
અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો 24 જૂનની વહેલી સવારે વસ્ત્રાલમાં છ વાગ્યાના સુમારે મોર્નિંગ વોક પર ગયેલ શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિને પાછળથી પીકપએ ટક્કર મારી ભાગી જતા હિટ એન્ડ રનનો કેસ નોંધાયો હતો. ટક્કરમાં ભારે ઈજાઓ પહોંચતા શૈલેષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કેસની તપાસ આઈ ડીવિઝન ટ્રાફિક પોલીસ કરી રહી હતી. 

હવે આ બનાવ એક અકસ્માત નહીં પરંતુ હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની પત્નિએ જ તેના પ્રેમી સાથે મળીને કરાવવાનુ સામે આવ્યુ છે. મૃતકની પત્ની શારદા અને મિત્ર નિતીન પ્રજાપતી બંને બે વર્ષથી પ્રેમ સંબંધમાં બંધાયેલા હતા. આ વાતની શૈલેષને જાણ થતાં તેને રસ્તામાંથી હટાવવાની છ મહિના અગાઉ પ્લાન કરવામાં આવ્યો હતો. તેની હત્યા કરવા માટે યાસીન નામના શખ્સને દસ લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. અંતે મોર્નિંગ વોક પર ગયેલ શૈલેષને પીક અપથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારાયો હતો. સંડોવાયેલા બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને આઈ ડીવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Embed widget