શોધખોળ કરો

News: અમદાવાદમાં પાણી જન્ય રોગચાળો વકર્યો, એક જ મહિનામાં ઝાડા-ઉલ્ટીથી લઇને ટાઇફૉઇડના નોંધાયા આટલા કેસો

શિયાળાની ઋતુની શરૂઆતમાં જ હવે ફરી એકવાર અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે

Ahmedabad News: શિયાળાની ઋતુની શરૂઆતમાં જ હવે ફરી એકવાર અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં શહેરમાં ઠેર ઠેર હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ચાલુ માસના પાણી જન્ય રોગચાળાના તાજા આંકડા સામે આવ્યા જે ચોંકવનારા છે, ગંદા પાણીને લઇને લોકો ઝાડા ઉલ્ટીથી લઇને મલેરિયા, કમળો અને ટાઇફૉઇડ જેવા રોગોનો શિકાર બની રહ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં છેલ્લા એક મહિનામાં પાણી જન્ય રોગચાળાથી દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. ચાલુ માસે અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 472 કેસ નોંધાયા છે, અને કમળાના 111 કેસ નોંધાયા છે. તાજા આંકડા પ્રમાણે, ચાલુ માસમાં શહેરમાં ટાઇફૉઇડના 245 જેટલા કેસ નોંધાયા છે, સાદા મેલેરિયાના 132 કેસ નોંધાયા છે, તો ઝેરી મેલેરિયાના 37 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ડેન્ગ્યૂના 184 કેસો સામે આવ્યા છે. ખાસ વાત છે કે, શહેરમાં મચ્છરજન્ય રોગચાળો મહદઅંશે કાબુમાં આવ્યો છે. ચાલુ માસમાં 46 સ્થળેથી લીધેલા પાણીના સેમ્પલ અનફિટ થયા છે. 

ઠંડી વધતાં જ વડોદરામાં ડેન્ગ્યૂના દર્દીઓમાં જોરદાર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસો

રાજ્યમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે, હવે જેમ જેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે, તેમ તેમ રોગચાળો વકરી રહ્યો છે. હાલમાં જ માહિતી છે કે વડોદરામાં ફરી એકવાર ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. વડોદારમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વધ્યો છે, જેમાં ડેન્ગ્યૂના કેસો ઝડપથી વધી રહ્યાં છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યૂના 15 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 138 કેસો નોંધાયા છે. સતત વધી રહેલા રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વડોદરા મહાનગર પાલિકાની 264 ટીમોએ સર્વે હાથ ધર્યો છે, શહેરમાં 349 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે, બે દિવસમાં 11 હજાર સ્થળોએ ફૉગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દિવાળીના તહેવારમાં રોગચાળો વકર્યો,  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયાના કેસમાં વધારો

દિવાળીના તહેવારમાં રાજકોટમાં રોગચાળો વકર્યો છે.  પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. જેના કારણે સિવિલ હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.  ગત સપ્તાહમાં શરદી ઉધરસના એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ડેંગ્યૂના 11, ચીકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે.  આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.  ખાનગી ક્લિનિક અને હૉસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં કેસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 

AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો

અમદાવાદમાં નવેમ્બર મહિનાની શરુઆતમાં જ  પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી તપાસ બાદ 114 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના 10 સેમ્પલ અનફીટ જાહે૨ કરવામાં આવ્યા હતા. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે. 

વાયરલ તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ

રાજ્યમાં ફરી એક વાર રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મુખ્ય શહેરોમાં ફરી એક વાર ઘેરેઘેર વાયરલ તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. રાજ્યના મહાનગરોમાં પણ પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. 

મહાનગરોમાં રોગચાળાના કેસમાં સતત વધારો

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ અચાનક રોગચાળામાં વધારો થતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. સુરત શહેરમાં પણ દિવાળીના તહેવાર બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે. વડોદરામાં પણ રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે.  રાજ્યમાં અચાનક રોગચાળો વકરતા તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Shiny Skin: આ સાત આદતો આજે જ છોડી દો, હંમેશા ચમકતી રહેશે સ્કિન
Shiny Skin: આ સાત આદતો આજે જ છોડી દો, હંમેશા ચમકતી રહેશે સ્કિન
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : પાયમાલ થશે ખેડૂત?
Hun To Bolish : હું તો બોલીશ : ઝેરીલા બોલ
Hun To Bolish : હું તો બોલીશ : મારા ખેડૂતોને મળશે યોગ્ય વળતર
Tapi Rain : તાપીમાં ધોધમાર 6.34 ઇંચ વરસાદથી જળબંબાકાર, 35 માર્ગ બંધ હાલતમાં, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Shiny Skin: આ સાત આદતો આજે જ છોડી દો, હંમેશા ચમકતી રહેશે સ્કિન
Shiny Skin: આ સાત આદતો આજે જ છોડી દો, હંમેશા ચમકતી રહેશે સ્કિન
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?
દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?
બે વર્લ્ડ કપ રમનાર ક્રિકેટર બન્યો ડાકુ, કોર્ટે ફટકારી આકરી સજા; ક્રિકેટ જગતમાં મચ્યો હંગામો
બે વર્લ્ડ કપ રમનાર ક્રિકેટર બન્યો ડાકુ, કોર્ટે ફટકારી આકરી સજા; ક્રિકેટ જગતમાં મચ્યો હંગામો
Embed widget