Ahmedabad Plane Crash Live Updates: એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અને વોઇસ રેકોર્ડર મળ્યું, સામે આવશે દુર્ઘટનાનું કારણ
તેઓ ઘટનાસ્થળે જઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની પણ મુલાકાત કરશે.
LIVE

Background
Air India Plane Crash: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના પણ મોત થયા છે. અકસ્માત બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના મેસ પર પડ્યું હતું જેમાં મેડિકલના ચાર વિદ્યાર્થી સહિત 7ના મોત થયા હતા. દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનો મોટો હિસ્સો અતુલ્ય હોસ્ટેલની મેસ પર પડ્યો હતો.
અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સવારે અમદાવાદની મુલાકાત લેશે. તેઓ ઘટનાસ્થળે જઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની પણ મુલાકાત કરશે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું હતું કે, "અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. આ એક હૃદયદ્રાવક ઘટના છે જે શબ્દોમાં કહી શકાય નહીં. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદનાઓ તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું જે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે.
વિમાન દુર્ઘટનામાં એક સિવાય મોટાભાગના યાત્રી અને ક્રુ મેમ્બરના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાના કારણે સિવિલ હોસ્પિટલની મેસમાં મોટી જાનહાનિ થઇ હતી. અતુલ્ય હોસ્ટેલની મેસમાં મેડિકલના ચાર વિદ્યાર્થી અને તબીબના પત્ની સહિત 7ના મોત થયા હતા. અતુલ્ય હોસ્ટેલમાં વિમાનનો કાટમાળ હટાવતા 25થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત હોસ્ટેલના પાંચ વિદ્યાર્થીઓને કેડી અને ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા. ટેક ઓફની એક જ મીનિટમાં એન્જિન બ્લોક થતા બ્લાસ્ટ થયાની શક્યતા છે. બોઈંગ 787 ડ્રીમ લાઈનરના બ્લેક બોક્સની શોધખોળ શરૂ કરાઇ હતી. હજુ સુધી વિમાનના બ્લેક બોક્સ મળી આવ્યું નથી.
ડીએનએથી થશે ઓળખ
દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારજનોના DNAના સેમ્પલ લેવાયા હતા. દુર્ઘટનામાં ભોગ બનેલા યાત્રી સહિતના લોકોના મૃતદેહને ઓળખવા મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરાઇ રહ્યા છે. DNA ટેસ્ટના રિપોર્ટ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાશે. વિમાન દુર્ઘટનામાં સુરત અને સંઘ પ્રદેશ દીવ દમણના 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનામાં વિસનગરના પાંચ વ્યકિતએ જીવ ગુમાવ્યો છે. તે સિવાય પાલનપુર અને ધાનેરાના થાવર દંપતિનું મોત થયું છે. દુર્ઘટનામાં કચ્છ, સૌરાષ્ટ્રના 28 મુસાફરોના પણ મોત થયા હતા. દીવના 15 મુસાફરમાંથી એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો.
પ્લેન ટકરાતા 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મોડીરાત્રે સાડા દસ વાગ્યે કાટમાળમાંથી એકનો મૃતદેહ મળ્યો હતો. ક્રેશ થયેલા વિમાનના એન્જિનમાં છ મહિનામાં બે વાર ખામી સર્જાયાના અહેવાલ છે. મૃતકોના પરિવારને એક કરોડ રૂપિયાના વળતરની એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.
— Narendra Modi (@narendramodi) June 13, 2025
સદ્ગતના આત્માની શાંતિ માટે… pic.twitter.com/7eqzpOT4C3
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો. pic.twitter.com/4bB9IyU5If
— Narendra Modi (@narendramodi) June 13, 2025
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે… pic.twitter.com/Yewze1sWjY
— Narendra Modi (@narendramodi) June 13, 2025
Ahmedabad Plane Crash Live: ATS પ્લેન ક્રેશ કેસની તપાસ કરશે
અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કેસની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) કરશે. આ કેસમાં ક્રેશ સ્થળ પરથી એક DVR મળી આવ્યું છે, જેને ATS દ્ધારા કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત ATS ટીમ આ કેસમાં સમાંતર તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમે ક્રેશ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવશે.
#WATCH | Gujarat ATS recovered a Digital Video Recorder (DVR) from the debris of the Air India plane that crashed yesterday in Ahmedabad.
— ANI (@ANI) June 13, 2025
An ATS personnel says, "It's a DVR, which we have recovered from the debris. The FSL team will come here soon." pic.twitter.com/zZg9L4kptY





















