Ahmedabad Plane Crash Live Updates: વિમાન દુર્ઘટનાના ત્રીજા દિવસે વધુ એક મૃતદેહના અવશેષ મળ્યા
Ahmedabad Plane Crash Live Updates: 12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે.
LIVE

Background
Ahmedabad Plane Crash Live Updates: 12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે. આજે તેમના પુત્ર ઋુષભ ગાંધીનગર તેમના નિવાસસ્થાન પહોંચ્યાં છે. DNA રિપોર્ટ આવ્યા બાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે ત્યારબાદ તેમને રાજકોટ લઇ જવામાં આવશે અને રાજકોટમાં જ તેમની અંતિમ વિધિ થશે. રૂપાણી પરિવાર રાજકોટ માટે રવાના થશે. તેમનો ડીએનએનો રિપોર્ટ ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી.
વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન
ઉલ્લેખનિય છે કે, રાજકોટ પશ્ચિમના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યાં છે. 2016થી 2021 સુધી તેમણે ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમના નિધનના સમાચારથી રાજકોટ શહેર શોકમગ્ન છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આજે રાજકોટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અડધો દિવસ ધંધા રોજકોટ બંધ રાખીને લોકલાડીલા નેતા વિજય રૂપાણીને શહેર દ્રારા શ્રદ્ધાંજલિ અપાશે.
ઉલ્લેખનિય છે કે, 12 જૂન અમદાવાદમાં સર્જાયેલી કારમી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યાં હતા. આ દુર્ઘટનામાં 265થી જિંદગી હોમાઇ ગઇ. જેમાં વિજય રૂપાણીએ જિંદગી ગુમાવી છે. તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઇ રહ્યાં હતા. તેમના નિધનના સમાચારથી ન માત્ર ભાજપમાં પરંતુ સમગ્ર રાજકિય વર્તુળ અને ગુજરાતમાં શોક વ્યાપી ગયો છે. 13 જૂને તેમની પુત્રી અને પત્ની અમદાવાદ પહોંચ્યા હતા આજે તેમનો પુત્ર ઋષભ વહેલી સવારે ગાંધીનગર તેમના નિવાશ સ્થાને પહોંચ્યા હતા. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપાશે બાદ રાજકોટ રવાના થશે અને તેના માદરે વતનમાં જ અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં, વિમાનના પાઇલટ સુમિત સબરવાલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને મોકલવામાં આવેલ છેલ્લો સંદેશ પ્રકાશમાં આવ્યો છે. 4-5 સેકન્ડના સંદેશમાં, સુમિત કહી રહ્યો છે, 'મેડે, મેડે, મેડે... પાવર ઓછો થઈ રહ્યો છે, વિમાન ઉંચુ નથી થઈ રહ્યું. અમે બચીશું નહીં.'
દુર્ઘટના સમયે જે BJ મેડિકલ કોલેજ પર વિમાન પડી ગયું હતું તે હોસ્ટેલ બિલ્ડિંગમાં 60 થી વધુ ડોકટરો, વિદ્યાર્થીઓ અને કેટલાક અન્ય લોકો હાજર હતા. તેમાંથી 34 લોકોના મોત થયા છે.આનાથી મૃત્યુઆંક 275 (241 મુસાફરો અને 34 મેડિકલ કોલેજના લોકો) પર પહોંચી ગયો છે. ફ્લાઇટમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા.
વિજયભાઈના નિધનથી રાજકોટ શોકમાં, શાળા, વેપાર ધંધા તમામ સજ્જડ બંધ
અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે. વિજયભાઈના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છે. રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજકોટની તમામ બજારો આજે સજ્જડ બંધ છે. વેપારીઓએ આજે બંધ પાળ્યો છે.

આ પૌરાણિક મંદિર સાથે વિજય રૂપાણીને હતો ખાસ લગાવ
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમા પૂર્વ સીએમ વિજય રુપાણીએ જીવ ગુમાન્યો છે. પૂર્વ સીએમના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેના પર દિવંગત વિજય રુપાણીને અત્યંત શ્રદ્ધા હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સાથે ખાસ લગાવ હતો. અતિ પ્રાચીન અને પૌરાણિક એવા ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રત્યે તેઓ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા.




















