Ahmedabad : AAPના નેતા અને તેના ભાઈએ સગીરાને ઘરે બોલાવી બનાવી હવસનો શિકાર
નારોલમાં ૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આપ નેતા અને તેના ભાઈ સામે પોલીલસ ફરિયાદ થતાં નારોલ પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદઃ શહેરના નારોલમાં ૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતા અને તેના ભાઈ સામે પોલીલસ ફરિયાદ થતાં નારોલ પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ અંગેની વિગતો એવી છે કે, સગીરાની તસવીરો લઈ બદનામ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, થોડા દિવસો અગાઉ કોઈ તહેવારના દિવસે માતા ઘરની બહાર ગઈ હતી. આ સમયે સગીરા ઘરે એકલી જ હતી. ત્યારે આપનો નેતા તેના ઘરે આવી ગયો હતો અને તેને પોતાની માતા બોલાવતી હોવાનું બહાનું આપીને ઘરે લઈ ગયો હતો. જોકે, તે ઘરે પહોંચતા ઘરે કોઈ હતું નહીં. આ સમયે નેતાનો ભાઈ ત્યાં આવ્યો હતો અને તેને સગીરાના ફોટા પાડી તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.
તેમજ તાબે નહીં થાય તો બદનામ કરવાની ધમકી આપી હતી. આ પછી બંને ભાઈઓએ સગીરાનું શોષણ કર્યું હતું. જોકે, સગીરાની માતાને આ અંગે જાણ થતાં તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં બંને સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આરોપીએ સગીરાનું નામ તેના બુલેટ પર પણ લખાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં, આરોપીના ડરથી સગીરા દિવાળી પછી સ્કુલે પણ જતી ન હતી.
Ahmedabad : બહેને પ્રેમલગ્ન કરતાં ગુસ્સામાં યુવકે સગર્ભા બહેન-બનેવીની કરી નાંખી હત્યા, કોર્ટે ફટકારી ફાંસીની સજા
અમદાવાદઃ વર્ષ 2018માં સાણંદમા બનેલા ત્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીના ફાંસીની સજા ફટકારી છે. આરોપી હાર્દિક ચાવડાએ પોતાની ગર્ભવતી બહેન કરુણા અને બનેવી વિશાલ પરમારની હત્યા કરી હતી. બહેને કરેલા પ્રેમ લગ્ન મંજૂર નહીં હોવાથી અદાવત રાખીને હત્યા કરી નાંખી હતી. બે વ્યક્તિઓ અને ગર્ભસ્થ શિશુની હત્યાના કેસમાં આરોપીને જિલ્લા અદાલતના જજ જે. એ. ઠક્કરે દોષિત ઠેરવ્યો. મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. ગત 26/9/2018નો બનાવ છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા કરી છે.
ગ્રામ્ય કોર્ટે ફટકારેલી સજા મુદ્દે સરકારી વકીલે કહ્યું કે, હાર્દિક પ્રહલાદ ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મૃતક કરુણાબેને પરિવારની મરજી વિરુદ્ધ વિશાલ સાથે કોર્ટ મેરેજ કરેલા. જેનું મનદુઃખ રાખીને બહેન અને બનેવીનું કમકમાટીભર્યું ખૂન કરેલું છે. કરુણાબેનને ચાર માસનો ગર્ભ હતો. ગર્ભને જીવ પણ આવી ગયેલો હતો.
કરુણાબેનને આઠ ઘા મારેલા છે અને વિશાલને 17 ઘા મારેલા છે. વિશાલે જીવ બચાવવા એક ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં જઈને 17 ઘા મારીને ખૂન કરી નાંખ્યું હતું. વિશાલના માતા-પિતાને 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. રંભાબેન સાહેદ છે, પણ વિકટીમ બન્યાનો ભાસ થઈ રહ્યો છે, તેમને 50 હજાર રૂપિયા આપવાનો હુકમ કર્યો છે.