અમદાવાદઃ યુવક ઇન્સ્ટાગ્રામ પર યુવતીની તસવીર મૂકીને ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલતો ને પછી....
દરિયાપુરની એક યુવતીની તસવીરનો ઉપયોગ કરીને યુવકે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. આ અંગે યુવતીને ખબર પડતાં તેણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
અમદાવાદઃ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીઓની તસવીરો જોવા અને ફોલો કરનાર યુવકને દરિયાપુર પોલીસે ઝડપ્યો છે. યુવક યુવતીની તસવીર મૂકીને ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલતો હતો. પોલીસને યુવકના મોબાઇલમાંથી 400 જેટલી યુવતીઓના સ્ક્રીન શોટ મળ્યા છે. એક યુવતીની ફરિયાદને આધારે પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, દરિયાપુરની એક યુવતીની તસવીરનો ઉપયોગ કરીને યુવકે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. આ અંગે યુવતીને ખબર પડતાં તેણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં શહેરના વ્યાસવાડીના યુવકે આ ફેક આઇડી બનાવી હોવાનું સામે આવ્યું હતું.
યુવકની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે મૂળ રાજસ્થાનનો અને 13 વર્ષથી અમદાવાદમાં સોના-ચાંદીના દાગીનામાં ડાયમંડ બેસાડવાનું કામ કરતો હાવાનું જાણવા મળ્યું હતું. યુવક યુવતીઓ સાથે મિત્રતા કરવા તેમજ તસવીર જોવા ખોટા આઈડી બનાવતો હતો તેમજ અલગ અલગ યુવતીઓની તસવીરો ડાઉનલોડ કરતો હતો. બાદમાં તે યુવતીઓની તસવીર મૂકી અલગ અલગ યુવતીઓને રિકવેસ્ટ મોકલતો હતો. સામે યુવતી વાત કરે તો તેની સાથે મિત્રતા કરી મોબાઈલ નંબર આપી વાત કરતો હતો.
ગુજરાતમાં દિવાળી પછી રીક્ષા ચાલકો હડતાળના મૂડમાં, કોણે નોંધાવ્યો વિરોધ?
અમદાવાદઃ સીએનજીના ભાવ વધારેને લઈ દિવાળી પછી રીક્ષા ચાલકો હડતાલ કરવાના મુડમાં છે. આજે અમદાવાદ ખાતે રાજ્યના રાજકોટ, વડોદરા, સુરત સહિતના રીક્ષા આગેવીનોની બેઠક મળી હતી. બેઠકમાં તમામ શહેરના યુનિયનોએ હડતાલ કરવા સર્થન આપ્યું હતું. દિવાળી સુધી સરકાર કોઈ નિર્ણય નહિ લે તો ગુજરાતભરમા હડતાલ કરવાની રીક્ષા ચાલકોએ ચિમકી ઉચ્ચારી છે.
જોકે, રીક્ષા ચાલક એસોસિયેશનના ભાગલા પડ્યા છે. રીક્ષા ચાલક વેલ્ફેર યુનિયન નહિ જોડાય હડતાળમાં. અશોક પંજાબી ગરીબ રીક્ષા ચાલકો સાથે રાજકીય રોટલો શેકતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકાર વિચારણા કરી રહી હોય તેવા સંજોગોમાં હડતાળની માગણી ખોટી ગણાવી. રીક્ષા ચાલક વેલ્ફેર યુનિયનના રાજ શિરકેએ આરોપ લગાવ્યો હતો.
આગામી 15 અને 16 નવેમ્બરે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાના છે. 21મી નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે. આ હડતાળમાં રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો જોડાશે. સરકાર રીક્ષા ભાડામાં વધારો નહીં કરે તો હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.