શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: સિક્યોરિટી સુપરવાઈઝરને માસ્ક કેમ નથી પહેર્યું કહી પોલીસે ફટકાર્યો, જાણો વિગત
પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. રૌફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપર વાઈઝરને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વખત પોલીસની દાદાગીરી સામે આવી છે. પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. રૌફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપર વાઈઝરને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે. માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહીને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવાનું કહેવામાં આવે છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમની પાસેથી 1 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર નારોલ ખાતે આવેલા કર્ણાવતી ફ્લેટમાં સિક્યુરીટી સુપરવાઈઝર જે સમયે પોતાના ફોન પર વાત કરી રહ્યા હતા તે સમયે એકાએક અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભરત ભરવાડ સરકારી ગાડીને લઇને બિલ્ડીંગમાં આવ્યો હતો અને સિક્યુરીટી સુપરવાઈઝરને માસ્ક કેમ નથી પહેર્યું તેવું કહીને પહેલા પૂછપરછ કરવા માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ ભરત ભરવાડ લાકડી લઇને પોતાના સરકારી વાહનમાંથી નીચે ઉતરીને સિક્યુરીટી સુપરવાઈઝરને માર મારવાની શરૂઆત કરી હતી.
આ ઘટનાના બિલ્ડીંગમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઇ હતી. બિલ્ડીંગના સિક્યુરીટી સુપરવાઈઝરને માર મારનાર પોલીસકર્મી અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોવાનું અનુમાન છે.
બિલ્ડિંગના સુપરવાઈઝરને દબાણપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં દેખાતા પોલીસ કર્મચારી ભરતભાઈ ભરવાડ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion