શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં 'લોકડાઉન' બનાવાયું હળવું, જાણો કઈ દુકાનો ખોલવાની પોલીસ કમિશ્નરે આપી મંજૂરી  ? 

અમદાવાદમાં લોકડાઉનમાં કેટલીક રાહતો આપવામાં આવી છે. શહેરમાં ચશ્માની દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી છે. ઓપ્ટિશિયન એસોસિએશને રજૂઆત કરી હતી કે, ચશ્મા એક મેડિકલ જરૂરિયાતની વસ્તુ છે. આ માંગણીને સ્વીકારવામાં આવી છે. 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 36 શહેરોમાં મિનિ લોકડાઉન આપવામાં આવ્યું છે. જોકે, અમદાવાદમાં લોકડાઉનમાં કેટલીક રાહતો આપવામાં આવી છે. શહેરમાં ચશ્માની દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી છે. ઓપ્ટિશિયન એસોસિએશને રજૂઆત કરી હતી કે, ચશ્મા એક મેડિકલ જરૂરિયાતની વસ્તુ છે. આ માંગણીને સ્વીકારવામાં આવી છે. 

 તેમજ ટ્રાન્સપોર્ટ કંપનીઓને 50 ટકા સ્ટાફ સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત માલવાહક વાહનોને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા, ટીમ્બરના વેપારીોને કાચો માલ, પેકિંગ મટીરિયલ્સ મોકલવા શહેર પોલીસ કમિશ્નર કરેચરી દ્વારા મંજૂરી અપાઈ છે. જોકે, માધુપુરા માર્કેટમાં ઓડ-ઇનવ પ્રમાણે દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી નથી. 

એટલું જ નહીં, જ્વેલર્સની દુકાનો ખોલવાની પણ મંજૂરી મળી નથી. સોની-ઝવેરી બજારોમાં ફિક્સ પોઇન્ટ કે પેટ્રોલિંગ ગોઠવવા માટે તમામ પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશ્નરને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કસ્મટ ક્લિયરિંગ સ્ટાફ રાત્રિ ફરજ માટે ડિજિટિલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને સ્પેશિયલ બ્રાન્ચ પાસેથી કરફ્યૂ પાસ મેળવી શકશે.   

નોધનીય છે કે, તાજેતરમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ વેપારી સંગઠનો વચ્ચે ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં વેપાર-ધંધાને નડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511  પર પહોચ્યો છે. 

રાજ્યમાં આજે 14931  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11   ટકા છે.  

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4, વડોદરા 5,    જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5,  જૂનાગઢ 5, સુરત 3,  બનાસકાંઠા 2,  પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0,  ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2,  નવસારી-0, નર્મદા 1,   દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2,  અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3194,  સુરત કોર્પોરેશન-823,  વડોદરા કોર્પોરેશન 751,  મહેસાણામાં 507, વડોદરા 479,    જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319,  જૂનાગઢ 284, સુરત 269,  બનાસકાંઠા 266,  પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230,   ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123,  ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113,  નવસારી-108, નર્મદા 90,   દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81,  અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12  કેસ સાથે કુલ  11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

 કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,94,150  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 33,55,185  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,37,49,335 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget