શોધખોળ કરો

Ahmedabad Rain: વાસણા બેરેજના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, મેમ્કોમાં સૌથી વધુ વરસાદ

અમદાવાદમાં સિઝનનો કુલ 9.57 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં અને ઉત્તર ઝોનમાં નોંધાયો હતો.

Latest Ahmedabad Rain Updates: ગુજરાત ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના (Ahmedabad Rain) વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા. અમદાવાદમાં વરસાદના કારણે વાસણા બેરેજના (vasna barrage) 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. શહેરના મેમ્કો (memco) વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. મેમ્કોમાં 2.52 ઈંચ અને ઓઢવ  તથા દુધેશ્વર વિસ્તારમાં 1.51 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં સિઝનનો કુલ 9.57 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં (east zone) અને ઉત્તર ઝોનમાં (north zone) નોંધાયો હતો.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. વોરાના રોજા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સાંજના સમયે ઘરે પરત ફરતા નોકરિયાત વર્ગને પરેશાન થવાનો વારો આવ્યો હતો. આ સિવાય હાટકેશ્વર, મણિનગર, ઓઢવ, નિકોલ, નરોડા, ઠક્કરનગર સહિત પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદ છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.

16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.

18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget