શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં નજીવા વરસાદથી કેટલા ઝાડ પડી ગયા ? આંકડો જાણીને હચમચી જશો
અમદાવાદમાં આજે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ વચ્ચે અમદાવાદમાં ઝાડ પડવાના કિસ્સા યથાવત રહ્યા હતા.
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં મેઘમહેર થયા બાદ આજે સાંજે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં ઠંડક છવાઈ ગઈ છે. ઓફિસથી છુટવાના સમયે જ વરસાદ પડતાં ઘરે જતાં લોકો અટવાઈ ગયા હતા. વરસાદ વચ્ચે અમદાવાદમાં ઝાડ પડવાના કિસ્સા યથાવત રહ્યા હતા.
વરસાદના કારણે શહેરમાં ઝાડ પડવાની 21 ઘટના બની છે. જેમાં મધ્ય ઝોનમા 4, દક્ષિણ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમા 6, ઉત્તર પશ્ચિમ ઝોનમા 5 અને દક્ષિણ ઝોનમા 3 ઝાડ પડ્યા છે.
ઝાડ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં રોડ પણ બંધ થઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિકને પણ અસર પડી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઝાડ પડવાની ઘટનાને લઇ મેયર અને હોદ્દેદારો મુંઝવણમાં મુકાયા હતા અને આવી ઘટના ફરી ન બને તે માટે અધિકારીઓને ટકોર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion