Ahmedabad Rath Yatra 2023 Live: અમદાવાદમાં 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ભગવાનના રથ નીજ મંદિર ફર્યા પરત
ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે
LIVE

Background
146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. વાજતે ગાજતે ભગવાનના રથ નીજ મંદિરમાં પરત ફર્યા છે.
ભક્તિના રંગે અમદાવાદ રંગાયુ
ભક્તિના રંગે અમદાવાદ રંગાયુ છે. 18 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. રથયાત્રા નીજ મંદિર પરત ફરી રહી છે. સવારથી જ રથયાત્રાના રુટ પર ભક્તો ઉમટી પડ્યા હતા.
જૂનાગઢમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રથયાત્રા
દેશ ભરમાં આજે અષાઢી બીજના પાવન પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.. જે અંતર્ગત સાધુ સંતોની પાવન ભૂમિ એવા જૂનાગઢ શહેરમાં 19 મી ભવ્ય રથ યાત્રા નીકળી. 'જય રાણછોડ માખણ ચોર ' ના નાદ સાથે નીકળેલ રથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.રથ યાત્રા શહેરના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન થયા બાદ શહેરના સેજની ટાકી વિસ્તાર, જનતા ચોક,, કાળવા ચોક સહિતના માર્ગ પરથી પસાર થઇ હતી. રથ યાત્રા અંતર્ગત એક એસ આર પી ટુકડી સહીત કુલ 700 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મહત્વનું છે કે તાજેતરમાં જૂનાગઢના મજેવડી દરવાજા ખાતે થયેલા ઘર્ષણના બનાવ બાદ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રથ યાત્રામાં કોઈ અનિછનીય બનાવ ન બને તેની તકેદારી રાખી આયોજન કરવામાં આવ્યું હતું.
રથયાત્રા દરમિયાન અમદાવાદના દરિયાપુરમાં દુર્ઘટના
અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. હાલ એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
અખાડા હલીમની ખડકી પહોંચ્યા
મોસાળ સરસપુરમાં વિશ્રામ કર્યા બાદ રથયાત્રાએ ફરી નીજ મંદિર તરફ પ્રયાણ કર્યુ છે. અખાડા હલીમની ખડકી પહોંચ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
