શોધખોળ કરો
Advertisement
વિજળીના કડાકા-ભડાકા સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ, જાણો કયા-કયા વિસ્તારોમાં ભારે વરસાદ?
મંગળવારે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં વહેલી સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મંગળવારે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં વહેલી સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ અને લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા.
અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યાં હતાં. હાલનો માહોલ જોતાં જ એવું લાગી રહ્યું છે કે, અમદાવાદમાં સાંજ પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. જોકે હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સોમવારે મોડી સાંજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સવારથી કડાકા-ભડાકા સાથે વસ્ત્રાપુર, શ્યામલ, સેટેલાઈટ, વેજલપુરમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આ સિવાય અમદાવાદના SG હાઈવે, ઈસ્કોન, બોડકદેવ, રાણીપ, ગોતા, ઘાટલોડિયા, સોલા, નરોડા, હાટેકેશ્વર, અમરાઈવાડીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા.
અમદાવાદમાં મંગળવારે વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ અંડિગો જમાવતાં સામાન્ય દિવસ કરતા વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી. બીજી તરફ વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદના મુખ્ય રસ્તાઓ સહિત અંદરના રસ્તાઓમાં ઠેર ઠેર પડેલા ગાબડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
અમદાવાદની વાત કરીએ વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર શહેરના જનજીવનને ઠપ કરી દીધુ હતુ. સવારે 6 થી 9 વાગ્યા સુધી સામાન્ય વરસાદ રહ્યો, બાદમાં 9 વાગ્યા પછી ભારે વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ઓફિસ અને ધંધા-રોજગાર જવા માટે તકલીફો પડી હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને ટ્રાફિક જામ થયા હોવાના સમાચારો પણ મળી રહ્યાં છે. ભારે વરસાદના કારણે શહેરમાં વિઝિબિલીટી ડાઉન થઇ ગઇ હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement