Ahmedabad: કોણ ચાઉ કરી ગયું શ્રી જગન્નાથજી મંદિરની કરોડોની જમીન? VHPએ લગાવ્યા ગંભીર આરોપ
અમદાવાદ: શ્રી જગન્નાથજી મંદિરની કરોડોની ગૌચરની જમીન કૌભાંડ કરીને વેચી દેવાનો વિવાદ સામે આવ્યો છે. કરોડોની ગૌચરની જમીનને કૌભાંડ કરીને વેચી દેવા વાળાઓ સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.
અમદાવાદ: શ્રી જગન્નાથજી મંદિરની કરોડોની ગૌચરની જમીન કૌભાંડ કરીને વેચી દેવાનો વિવાદ સામે આવ્યો છે. કરોડોની ગૌચરની જમીનને કૌભાંડ કરીને વેચી દેવા વાળાઓ સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે. સમાજના હિત માટે જગ્યા મંદિરને પરત મળે એવી પણ માંગણી વીએચપી દ્વારા કરવામાં આવી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે. હવે આ મામલે આગામી દિવસોમાં સુનાવણી
હાથ ધરાશે.
આ વિવાદ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અને અરજીકર્તા ધર્મેન્દ્ર ભાવાણીએ કહ્યું કે, જગન્નાથ મંદિરની ગૌચરની જે ભાડા માટે આપવામાં આવી હતી તે જમીન અવૈધ રૂપથી વેચવામાં આવી છે. આ જમીન સહિત કુલ 12 સર્વે નંબર અવૈધ રૂપથી વેચવામાં આવ્યા છે. 2 લાખ 97 હજાર ચો. મી. જમીન સનાતન ધર્મના દુશ્મનોને વેચવામાં આવી છે. વિશ્વ હિન્દૂ પરિષદે અગાઉ ચેરીટી કમિશ્નરને રજૂઆત કરી હતી. ચેરીટી કમિશ્નરે અમારી ફેવરમાં જજમેન્ટ આપ્યું હતું.
2 લાખ 97 હજાર ચો. મી. જમીન હિન્દૂઓની ભુમી છે, મંદિરની ભુમી છે. વિશ્વ હિન્દુ પરિષદની આ લડાઈ મંદિરના વિરૂદ્ધમાં નથી કોઈ વ્યક્તિ વિશેષના વિરૂદ્ધમાં નથી પરંતુ સનાતનના દુશ્મનોને આ જમીન વેચી દેવામાં આવી છે જેથી આ લડાઈ જરૂરી છે. વિશ્વ હિન્દુ પરિષદ એક ઈંચ જમીન પણ સનાતનના દુશ્મનના વિરૂદ્ધમાં નહીં જવા દે. આ ભુમિ મંદિરને પાછી મળે અને ગાય માતાને પાછી મળે તેવી અમારી માંગણી છે.
તેમણે આગળ કહ્યું કે, ગૌહત્યા કરતા પણ મોટુ પાપ ઘાસ ખાઈ જવાનું છે. ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે જ્યાં સુધી જમીન પરત નહીં મળે ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ સંવેધાનિક લડાઈ ચાલું રાખશે. સર્વે નંબર 138 , 239 કોર્પોરેશનએ 1992માં ભાડા કરાર પેટે આપી હતી પરંતુ આ જમીન ઉસ્માન ઘાંચી નામના બિલ્ડરને આપી દેવાઈ. જગન્નાથ મંદિરના કહેવાતા વહીવટદારોએ આ જમીન કૌભાંડ કર્યું છે. બાકીના સર્વે નંબરની જમીન મુકેશ ઝાલાવડીયા નામના બિલ્ડરને આપી દેવાઈ. તમામ જમીન જ્યાં સુધી ચાંદ સુરજ રહેશે ત્યાં સુધીના કરાર કરી અવૈધ રૂપથી વેચી દેવાઈ.
હાઈકોર્ટમાં અમે માગ કરી છે કે આ જમીન સમાજ હીત માટે મંદિરને પાછી મળે. અશાંતધારાનાનો કાયદો પણ આ વિસ્તારમાં લાગતો હોય છે. અવૈધરૂપથી દસ્તાવેજોની એન્ટ્રીઓ પડી છે. અવૈધરૂપથી બાંધકામો શરૂ થયા હતા. સરકાર આ મુદ્દે કમિટી બનાવે તેવી અમારી માગ છે. લેનાર અને વેચનાર બન્ને જેલના સળીયા પાછળ ધકેલવા જોઈએ. મહંત દિલીપદાસજી અમારા માટે પુજનીય છે અને રહેશે. સ્પષ્ટ મારૂ માનવું છે કે ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાના દબાણ હેઠળ દિલીપદાસજીએ આ કામ કરવું પડ્યુ હશે, હકીકત તો મહેન્દ્રભાઈ જ જણાવી શકશે.