Ahmedabad : જુડો મેચ રમવા ગયેલા રાજકોટના 3 વિદ્યાર્થીના કાર અકસ્માતમાં મોત
અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 9 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રક પાછળ તુફાન કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદઃ બગોદરા પાસે ટ્રક અને તુકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 9 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ તુફાન કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, આ અકસ્માતમાં રાજકોટના ૩ વિદ્યાર્થીઓના અકસ્માતમા મોત નીપજ્યા છે. રાજ્યકક્ષાની જુડાની મેચ રમવા ગોધરા ગયા હતા. એક વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થીના મોત નીપજ્યા ચે. ગોધરાથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. અન્ય ૯ જેટલા વિદ્યાર્થીને અમદાવાદ સિવિલ સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે 394 કેસ નોંધાયા છે. બીજી તરફ 59 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 2,20,086 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશનમાં 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર કોર્પોરેશનમાં 7, ખેડામાં 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, તાપી 1 અને વડોદરામાં 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1420 કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 1404 નાગરિકો સ્ટેબલ છે. 8,18,422 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10115 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે ખેડામાં 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1090 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6618 લોકોને પ્રથમ અને 52328 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23572 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,22,086 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,88,20,452 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.