શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં કાર ચાલકને ફટકાર્યો અધધ...રૂપિયાનો દંડ, જાણીને ચોંકી જશો !
અમદાવાદ ટ્રાફિક પોલીસે રૂપિયા બે કરોડની એક લક્ઝુરિયસ કાર પોર્શના ચાલકને 9 લાખ 80 હજારનો દંડ ફટાકાર્યો છે.
અમદાવાદ: નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ દેશભરમાંથી મસમોટો દંડ ફટકાર્યાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. બે કરોડની કિંમતની એક લક્ઝુરિયસ કાર પોર્શના ચાલકને અમદાવાદ ટ્રાફિક પોલીસે 9 લાખ 80 હજારનો દંડ ફટાકાર્યો છે. સાથે આ કારને ડિટેઈન પણ કરવામાં આવી છે. કદાચ દેશમાં કોઈ કાર ચાલકને આટલો મોટો દંડ ફટકાર્યાનો પ્રથમ બનાવ હશે.
શહેરમાં ટ્રાફિક પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કેટલીક લક્ઝુરીયસ કારોને ડિટેઈન કરી હતી. જેમાં પોર્શ કારને બુધવારે ડિટેઈન કરાઈ હતી. કારના જરૂરી કાગળ અને નંબર પ્લેટ ન હોવાથી કાર ડિટેઈન કરાઈ હતી અને કારના માલિકને 9.80 લાખનો મસમોટો દંડ ફટકાર્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, કારના કાગળ વેલીડ નથી. તેમજ કારની આગળ પાછળ નંબર પ્લેટ નથી. આ કલમ લગાવીને દંડ વસુલ કર્યો હતો. આ અંગેની માહિતી અમદાવાદ પોલીસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આપી હતી.During a routine checking in Ahmedabad West. Porsche 911 was caught by PSI MB Virja. The vehicle had No Number Plate and Valid Documents. Vehicle detained and slapped fine of Rs. 9 Lakh 80 Thousand (9,80,000 INR). #AhmedabadPolice #Rules4All pic.twitter.com/runtd5k8dX
— Ahmedabad Police (@AhmedabadPolice) November 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion