Ahmedabad Weather: 24 કલાકમાં AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ
AMC અને હવામાન વિભાગ વચ્ચે સંકલન વગર જ જાહેર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. સોમવારે AMCને મળેલા રિપોર્ટમાં રેડ એલર્ટનો રિપોર્ટ મળ્યો હતો, તેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી જેટલું હતું.
Ahmedabad Weather Updates: રાજ્યમાં હાલ કાળઝાળ (heat wave) ગરમી પડી છે. મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad municipal corporation) 24 કલાકમાં જ યુ ટર્ન લીધો છે. હવામાનને લઈ આપવામાં આવેલા રેડ એલર્ટને (red alert) ઓરેન્જ એલર્ટમાં (orange alert) ફેરવી દીધું છે.
હવામાન વિભાગે આપેલ ઓરેન્જ એલર્ટ હવે AMC એ માન્યું છે. વધુમાં વધુ 45 ડિગ્રી તાપમાનની આગાહી કરી હતી.AMC અને હવામાન વિભાગ (weather department) વચ્ચે સંકલન (co ordination) વગર જ જાહેર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. સોમવારે AMCને મળેલા રિપોર્ટમાં રેડ એલર્ટનો રિપોર્ટ મળ્યો હતો, જે રિપોર્ટ મળ્યો હતો તેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી જેટલું હતું. હવે શહેરમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. ગઈકાલના રિપોર્ટ અનુસાર તાપમાન 45 ડિગ્રી રહેવાનો રિપોર્ટ મળ્યો હતો અને કલર ઓરેન્જમાં આ ડિકોડ કરવામાં આવ્યું હતું. AMC દ્વારા 45 ડિગ્રી રિપોર્ટ કર્યો તે હવામાન વિભાગના રિપોર્ટ આધારીત હતો.
હવામાન વિભાગે રાજ્યમાં વધુ ગરમી પડવા સાથે રેડ એલર્ટ જારી કર્યું છે, ત્યારે નગરજનોએ બપોરે કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું અને પુષ્કળ પ્રવાહી પીવું જોઈએ.#amc #amcforpeople #BeatTheHeatWithAMC #redalert #staycool #StaySafe #Stayhydrated #ahmedabad #municipalcorporation pic.twitter.com/8v2BTyTk1m
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) May 20, 2024
દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે દિલ્લીમાં ગરમીએ છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો. દિલ્લીના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચીગયો છે. તો દિલ્લી,હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંસાત દિવસ સુધી ગરમીઅને લૂને લઈને કોઈ રાહત નહીં મળે. દિલ્લી એનસીઆરમાં હાલમાં પ્રચંડ ગરમીને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધુ છે. રવિવારે દિલ્લીના નજફગઢમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. દિલ્લીના બાકીના વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. આવનારા સાત દિવસો માટે ગરમ પવન ફુંકાતો રહે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે. હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ આવનારા ત્રણ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત નથી.. બંગાળના ગંગા કાંઠાના વિસ્તારો અને બિહારમાં પણ હવામાન વિભાગે ગરમી અને લૂ માટે એલર્ટ જાહેર કરી દીધુ છે.