શોધખોળ કરો
Advertisement
અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, જાણો કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ
વરસાદ પડતાં શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી.
અમદાવાદઃ નૈઋત્યનું ચોમાસુ હવે તારીખ 28એ સોમવારથી વિદાય લેવાનું શરૂ કરશે પરંતુ તે પહેલા આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદનું આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને કેટલાક વિસ્તારોમાં હળવો તો અમુક જગ્યાએ ઝાપટા પડ્યા હતા.
અમદાવાદના સાયન્સ સિટી, ગોતા, એસ જી હાઈવે, જીએમડીસી ગ્રાઉન્ડ, બાપુનગર, પાંજરાપોળ, એસ.જી.હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી.
દેશમાં વરસાદનું આગમન દક્ષિણે કેરલથી થાય છે પણ તેની વિદાય પશ્ચિમે કચ્છ અને રાજસ્થાનથી શરૂ થાય છે. હાલ સૌરાષ્ટ્રમાં સવારના ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને વરસાદે વિરામ લીધો છે. 30 સપ્ટેમ્બર સુધી કચ્છ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી સહિત મોટાભાગના જિલ્લાઓમાં સૂકુ હવામાન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં સૂત્રો અનુસાર ચોમાસાની વિદાય માટે ઉજળા સંજોગો બની રહ્યા છે.
જોકે હવે આજે સવારે રાજસ્થાન ઉપર હવાનું સાયક્લોનિક સરક્યુલેશન હતું અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આંશિક વાદળો છવાયેલા છે ત્યારે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે હળવા-મધ્યમ ઝાપટાં વરસવાની આગાહી જારી રાખવામાં આવી છે. પરંતુ એકંદરે બે દિવસથી રાજકોટ સહિતના સ્થળે દિવસે વિટામીન ડી આપતો સૂર્યનો તાપ વરસી રહ્યો છે તો રાત્રે શીતળતા આપતા ચંદ્રના અને તારાના દર્શન થવા લાગ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion