શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ યુવક પત્નિ સાથે કેવી વિચિત્ર રીતે શારીરિક સંબંધો બાંધતો કે પત્નિ પહોંચી પોલીસ પાસે ?
પતિની શારીરીક સંબંધો બાંધવાની વિચિત્ર આદતના કારણે ત્રસ્ત થઈને તેની પત્નિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં એક યુવકની શારીરીક સંબંધો બાંધવાની વિચિત્ર આદતના કારણે ત્રસ્ત થઈને તેની પત્નિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ યુવતીની ફરિયાદ છે કે, તેનો પતિ તેની પાસે કુદરતી રીતે સેક્સ માણવાના બદલે અકુદરતી સેક્સ કરતો હતો અને અકુદરતી શારીરિક સંબધો બાંધતો હતો. પત્નિની મરજી વિરુધ્ધ અવાર-નવાર અકુદરતી શારીરિક સંબદો બાંધતા પતિને રોકવામાં યુવતી નિષ્ફળ રહેતી. આ અકુદરતી સેક્સ સંબંધોથી પત્નીને ખૂબ જ પીડા થતી હતી. કંટાળીને પત્નીએ પતિને દૂર રાખવા માંડતાં તે બળજબરીથી અકુદરતી શારીરિક સંબંધો બાંધીને હવસ સંતોષતો હતો અને બીજાં લગ્ન કરવાની ધમકી આપતો હતો. પત્નિ શારીરિક સંબંધો ના બાંધવા દે તો તેને માર-મારતો હતો. આ ઉપરાંત તેનાં સાસરિયાં પણ તેને શારિરીક અને માનસિક ત્રાસ આપતાં હતા. આ બધાથી કંટાળીને પત્નીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, ઇસનપુરમાં રહેતી યુવતીનાં લગ્ન 2017માં સમાજના રિવાજ મુજબ થયા હતા. લગ્નના છ મહિના સુધી બધું સરખું ચાલ્યું પણ બાદમાં નાની નાની બાબતોમાં માનસિક ત્રાસ આપી ગડદાપાટુંનો માર મારતા હતા. મહિલાનો પતિ પણ અવારનવાર તેની પાસે દહેજની માંગણી કરતો હતો. પિયરમાંથી રૂપિયા તેમજ ગાડી લાવવા દબાણ કરતા હતા. વીસેક દિવસ પહેલા પતિએ રાત્રે ઘરે આવીને બળજબરીથી અકુદરતી શારીરીક સંબંધો બાંધ્યા હતા. તેના કારણે યુવતીને તકલીફ અને પીડા થઈ હતી. પતિએ પછી આ સીલસિલો ચાલુ રાખતાં કંટાળીને યુવતી પોલીસ પાસે પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement