શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા શહેરમાં છે કોરોનાના સૌથી વધુ કેસ? જાણો આ શહેરની વિસ્તાર પ્રમાણે સ્થિતિ
અમદાવાદમાં કોરોનાના નવા કેસો કંટ્રોલમાં આવી ગયા છે. જેને કારણે એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો અમદાવાદ શહેરમાં છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 2960 એક્ટિવ કેસો છે. આ પછી બીજા નંબરે સુરત આવે છે. અમદાવાદની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં હતું. જોકે, છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કોરોનાના નવા કેસો કંટ્રોલમાં આવી ગયા છે. જેને કારણે એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા છે.
અમદાવાદમાં કોરોનાની સ્થિતિની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરીએ તો 7 દિવસ બાદ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 500થી નીચે આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના રહીશોને હજી સાવધાની રાખવાની આવશ્યકતા છે. કેમકે, આ વિસ્તારમાં સૌથી વધુ 533 એક્ટિવ કેસો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં SVP અને સોલા સિવિલમાં એક-એક દર્દીના મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો 27,485 પર પહોંચ્યો છે. શહેરમાં 1618 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.
ઝોન એક્ટિવ કેસ
મધ્ય 313
પશ્ચિમ 496
ઉ.પશ્ચિમ 533
દ.પશ્ચિમ 425
ઉત્તર 327
પૂર્વ 425
દક્ષિણ 441
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement