શોધખોળ કરો

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઓવેસીની પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, જાણો કોણે આપ્યું રાજીનામું

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AIMIM પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ઓવેસીની પાર્ટીના કાઉન્સિલરે રાજીનામું ધરી દીધું છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AIMIM પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ઓવેસીની પાર્ટીના કાઉન્સિલરે રાજીનામું ધરી દીધું છે. AIMIMના કાઉન્સિલર સુહાના મનસૂરીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીની બેવડી નીતિ અને સમાજના હિતમાં રાજીનામું આપ્યું હોવાનો દાવો કાઉન્સિલર સુહાના મનસૂરીએ કર્યો છે. કોર્પોરેશનમાં અપક્ષ તરીકેના ઉમેદવાર તરીકે સેવા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

ટિકિટને લઈને કોંગ્રેસમાં કકળાટ

 વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસમાં કકળાટ  શરુ થયો છે. એક તરફ ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેને જ કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયાએ કોંગ્રેસની કરણી અને કથની અલગ ગણાવી છે. ટ્વીટના માધ્યમથી હિતેન્દ્ર પીઠડીયાએ કોંગ્રેસના નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં એકપણ વાલ્મિકીને ટિકિટ આપવામાં આવી નથી તેવું પીઠડીયાએ જણાવ્યું.

આ ઉપરાંત પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.  પેટલાદ બેઠક પરથી ટિકિટ ના મળતા કોંગ્રેસ છોડી દીધી છે.  પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાજીનામાનો પત્ર મોકલ્યો છે.  નિરંજન પટેલે પોતાના માટે અને પોતાના પુત્ર માટે ટિકિટ માગી હતી. જે માંગણી પુરી ન થતા તેમણે હાથનો સાથ છોડી દીધી છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસના અનેક કાર્યકરોમાં નારાજગી સામે આવી રહી છે.

ગાંધીનગરઃ કોગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોગ્રેસે પાંચ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. પેટલાદ, બાયડ, ધંધુકા, બેચરાજી, દાહોદ બેઠક પર કોગ્રેસના સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. બાયડ બેઠક પર કોગ્રેસના ધારાસભ્ય જસુભાઇ પટેલનુ પત્તુ કાપવામાં આવ્યું છે. બેચરાજી બેઠક પરથી ધારાસભ્ય ભરતજી ઠાકોર. ધંધુકાથી રાજેશ ગોહિલની પણ ટિકિટ કાપવામાં આવી હતી. પેટલાદથી કોગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે. 

કોંગ્રેસે નવી યાદી કરી જાહેર

  1. પાલનપુરથી મહેશ પટેલ
  2. દિયોદરથી શિવાભાઇ ભૂરિયા
  3. કાંકરેજથી અમૃતભાઇ ઠાકોર
  4. ઊંઝાથી અરવિંદ પટેલ
  5. વિસનગરથી કિરીટ પટેલ
  6. બેચરાજીથી ભોપાજી ઠાકોર
  7. મહેસાણાથી પી.કે.પટેલ
  8. ભિલોડાથી રાજુ પારઘી
  9. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા
  10. પ્રાંતિજથી બહેચરસિંહ રાઠોડ
  11. દહેગામથી વખતસિંહ ચૌહાણ
  12. ગાંધીનગર ઉત્તરથી વિરેન્દ્રસિંહ વાઘેલા
  13. વિરમગામથી લાખાભાઇ ભરવાડ
  14. સાણંદથી રમેશ કોળી
  15. નારણપુરાથી સોનલબેન
  16. મણિનગરથી સી.એમ.રાજપૂત
  17. અસારવાથી વિપુલ પરમાર
  18. ધોળકાથી અશ્વિન રાઠોડ
  19. ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમા
  20. ખંભાતથી ચિરાગ પટેલ

  21. પેટલાદથી ડૉક્ટર પ્રકાશ પરમાર

  22. માતરથી સંજયભાઇ પટેલ

  23. મહેમદાબાદથી જુવાનસિંહ ગદાભાઇ

  24. ઠાસરાથી ક્રાંતિભાઇ પરમાર

  25. કપડવંજથી કલાભાઇ ડાભી

  26. બાલાસિનોરથી અજિતસિંહ ચૌહાણ

  27. લુણાવાડાથી ગુલાબસિંહ

  28. સંતરામપુરથી ગેંડાલભાઇ મોતીભાઇ

  29. શહેરાથી ખાતુભાઇ પગી

  30. ગોધરાથી રશ્મિતાબેન ચૌહાણ

  31. કાલોલથી પ્રભાતસિંહ ચૌહાણ

  32. હાલોલથી રાજેન્દ્ર પટેલ

  33. દાહોદથી હર્ષદભાઇ નિનામા

  34. સાવલીથી કુલદીપસિંહ રાઉલજી

  35. વડોદરા શહેરથી ગુણવંતરાય પરમાર

  36. પાદરાથી જશપાલસિંહ પઢિયાર

  37. કરજણથી પ્રિતેશ પટેલ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget