શોધખોળ કરો

Teesta Setalvad case: તિસ્તા સેતલવાડે ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પાસેથી લાખો રૂપિયા લીધા હોવાનો આરોપ

તિસ્તા સેતલવાડ કેસમાં નવો વળાંક આવ્યો છે. ખોટા સોગંદનામાના કેસમાં તીસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. તિસ્તાની આ જામીન અરજીના વિરોધમાં SITએ સોગંધનામું રજૂ કરેલું છે.

Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ કેસમાં નવો વળાંક આવ્યો છે. ખોટા સોગંદનામાના કેસમાં તીસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. તિસ્તાની આ જામીન અરજીના વિરોધમાં SITએ સોગંધનામું રજૂ કરેલું છે. SITના આ સોગંદનામમાં મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડની જમીન અરજી સામે આ કેસની તાપસ કરી રહેલી SITએ રજૂ કરેલા સોગંદનામામાં SITએ દાવો કર્યો છે કે તિસ્તાએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તે સમયના પ્રમુખના રાજકીય સલાહકાર પાસેથી પૈસા સ્વીકાર્યા છે, જેનો ઉલ્લેખ સોગંદનામામાં પણ કરવામાં આવ્યો છે. એટલે કે આરોપ સીધો સોનિયા ગાંધીના સલાહકાર રહેલા અહમત પટેલ સામે છે. સોનિયા ગાંધી તે સમયે કોંગ્રેસના પ્રમુખ હતા અને તત્કાલીન રાજકીય સલાહકાર અહમદ પટેલ હતા. 

એસઆઈટીના જણાવ્યા પ્રમાણે અહમદ પટેલે તિસ્તાને બે વખત પૈસા આપ્યા હતા. તત્કાલીન રાજકીય સલાહકાર અહમદ પટેલ પાસેથી તીસ્તા સેતલવાડે સર્કિટ હાઉસમાં પૈસા સ્વીકાર્યા હોવાની સાબિતી અને સાક્ષી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આરોપ લગાવ્યો છે કે, તિસ્તાએ અહમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા. તિસ્તા સેતલવાડની આ બાબતે ભૂમિકા અંગેની તપાસ નાજુક તબક્કામાં હોવાની એસઆઇટીએ રજૂઆત કરી છે. આરોપી સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે તેવા અને પુરાવાનો નાશ કરી શકે તેવા હોવાથી જામીન નહીં આપવા સોગંદનામામાં રજૂઆત કરાઈ છે.

જામીન નહીં આપવા સોગંદનામામાં કરાઈ રજૂઆત
SITએ સોગંદનામામાં કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે ગુજરાતને તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને બદનામ કરી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થયો હતો. તીસ્તા સેતલવાડની આ બાબતે ભૂમિકા અંગેની તપાસ નાજુક તબક્કામાં હોવાની SITએ રજૂઆત કરી છે અને આરોપી સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે તેવા અને પુરાવાનો નાશ કરી શકે તેવા હોવાથી જામીન નહીં આપવા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે. 

25 જૂને થઇ હતી ધરપકડ 
ગુજરાત ATSની ટીમે તિસ્તા સેતલવાડ અને પૂર્વ IAS અધિકારી આરબી શ્રીકુમારની 25 જૂને ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધ્યા બાદ ગુજરાતના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા હતા અને તેમની  પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તો તિસ્તા સેતલવાડની મુંબઈના જુહુ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. 

શું છે આરોપો? 
આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને સમન્સ પાઠવવામાં આવ્યા છે

નકલી દસ્તાવેજો રજૂ કરી ગુજરાતને બદનામ કર્યું 
સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ ગુજરાત પોલીસે નવેસરથી FIR દાખલ કરી છે.આરોપ છે કે તિસ્તા સેતવલવાડે ગુજરાતને બદનામ કર્યું હતું. તેના માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.હવે તિસ્તાએ જણાવવું પડશે કે કોના કહેવા પર, ક્યાંથી અને કોની સાથે આ નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
Embed widget