શોધખોળ કરો

Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યમાં હજુ પણ તોફાની વરસાદ પડશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે આંધી, વંટોળ આવશે.

Ambalal Patel Forecast: ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યમાં હજુ પણ તોફાની વરસાદ પડશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે આંધી, વંટોળ આવશે. 16 તારીખ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે. 17 તારીખથી આકરી ગરમી પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટના જિલ્લામાં હળવાની મધ્યમ વરસાદ થઇ શકે છે. 16 મે સુધી બપોર બાદ રાજ્યમાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે પણ વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ પવનની ગતિ 40 થી 50 પ્રતિ કિલોમીટર સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે  દ્વારકા, ભાવનગર , મોરબી , પોરબંદર , રાજકોટ જૂનાગઢ અમરેલી, ગીરસોમનાથ માં વરસાદની આગાહી કરી છે. નવસારી , દાદરાનગર હવેલી , ડાંગ , વલસાડમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

રાજ્યના ક્યાં જિલ્લામાં વરસ્યો વરસાદ

સોમવારે અમદાવાદમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અમાદાવીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. બપોર બાદ . 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા અનેક વિસ્તારોમાં ઉડી ધૂળની ડમરી ઉડી હતી. . વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે.  સોમવારે અમદાવાદમાં ફુંકાયેલા મિની વાવાઝોડાથી અલગ અલગ વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  નરોડા, જોધપુર, થલતેજ, વસ્ત્રાપુર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં એક ડઝનથી વધુ વૃક્ષો  ધરાશાયી થયાં છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર  કચ્છ જિલ્લામાં જોવા મળી..ભારે પવન સાથે રાપરમાં ઉડી ધૂળની ડમરી.. તો ગાંધીધામ, અંજાર, આદિપુરમાં વરસ્યો કમોસમી વરસાદ.. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતી સેવી રહ્યાં છે.

ભારે પવન સાથે વરસાદ વરસતા નર્મદા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. .. ડેડીયાપાડા, સાગબારા, રાજપીપળા શહેરના કાચા મકાનોના  પતરા ઉડ્યાં હતા. .. તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. .. ભુછાડમાં વીજળી પડતા વૃક્ષ બળીને ખાખ થઇ ગયા.પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા .  સેક્ટર 26માં મકાન પર લાગેલ મોબાઈલ ટાવર પણ  ધરાશાયી થયો હતો. તો કેટલાક ઠેકાણે વૃક્ષો  જમીનદોસ્ત થયા હતા. વંટોળ સાથે વરસાદ વરસતાં.  છોટા ઉદેપુરના નસવાડીમાં.. સ્ટેટ આર એન્ડ બીના જુના રેસ્ટ હાઉસના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી થતા એક કાર ક્ષતિગ્રસ્ત થઇ હતી.બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પવનની સાથે ઉડી ધૂળની ડમરી  તો  થરાદ પંથકમાં ભારે પવનને લીધે કેટલાક મકાન અને દુકાનોના ઉડ્યા પતરા. અમીરગઢ અને દાંતા પથંકમાં  કમોસમી વરસાદ વરસ્યો હતો..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદરMount Abu: માઉન્ટ આબુમાં આજે ત્રણ ડિગ્રી તાપમાન, પાણી બની ગયુ બરફ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Embed widget