શોધખોળ કરો

Gujarat Rain: અમદાવાદમાં અંબાલાલભાઈ પટેલ દ્વારા આ તારીખથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ 

હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે તારીખ 3થી 10માં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે.

ગાંઘીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે તારીખ 3થી 10માં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે.  સાબરકાંઠા ,મહેસાણા,બનાસકાંઠા,કચ્છ,પંચમહાલ , સાબરકાંઠા, સૌરાષ્ટ્રના જામનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતીભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તારીખ 3 સપ્ટેમ્બરથી લઈ   8 સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી

તાજેતરના અપડેટસ મુજબ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી ચિંતાજનક છે. હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  સુરત, નર્મદા, છોટા ઉદેપુરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, ડાંગ,તાપી, ભરૂચ,વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  આ સાથે જ અમદાવાદ, આણંદ, ખેડા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના ડેમ ઓવરફ્લો

સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ થયો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર  છે.  90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.  

સિઝનમાં ક્યાં કેટલા ટકા વરસ્યો વરસાદ

છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં  સૌથી વધુ 17.68 ઈંચ વરસાદ વરસ્યો છે.  ખેરગામ તાલુકામાં સિઝનનો સૌથી વધુ 128.68 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છ તાલુકાઓમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં  સિઝનનો 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  

Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતાવણી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
Advertisement
ABP Premium

વિડિઓઝ

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગે આ ભરતી કરી રદ્દRajkot Dog Attack : રાજકોટમાં 4 શ્વાને હુમલો કરતા યુવકનું મોત, જુઓ અહેવાલKutch Hukkabar : કચ્છમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડાGir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે
'દિલ્હીમાં પૂજારીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા', -અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન
'દિલ્હીમાં પૂજારીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા', -અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Embed widget