શોધખોળ કરો
અમદાવાદ કોર્પોરેશને કોટ વિસ્તારમાં ઉતાર્યા બે હજાર કોરોના વોરિયર્સ, જાણો શું કરશે કામગીરી?
અમદાવાદમાં બફરઝોન જાહેર કરવામાં આવેલા કોટ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ધારા મેગા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટીવ કેસમાં 55નો વધારો થયો હતો. એકલા અમદાવાદમાં જ 50 કેસનો વધારો થયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 241 પર પહોંચી ગઇ છે.
અમદાવાદમાં બફરઝોન જાહેર કરવામાં આવેલા કોટ વિસ્તારમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ધારા મેગા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મેગા સર્વેલન્સની કામગીરીમાં એક સાથે 2000 સ્ટાફ જોડાયો છે. તમામ સ્ટાફ મધ્યઝોનના અર્બન હેલ્થ સેન્ટરથી નીકળશે. કોટ વિસ્તારમાં મનપા અંદાજીતની 750 ટીમો મેદાનમાં ઉતારી છે અને ડોર ટુ ડોર સર્વે કરશે. ટીમ સાથે મેડિકલ વાન પણ હશે જે શંકાસ્પદ જણાતા દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી કરશે.
આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શહેરમાં કોટ વિસ્તાર કોરોનામાં વધારા છતાં ત્રણ ચાર દિવસથી અનેક વિસ્તાર ક્લસ્ટર કોરોન્ટાઇન હેઠળ મૂકી બંધ કરવામાં આવ્યા છે. કોરોના સામે પહોંચી વળવા ચાર મુખ્ય પાસા અંતર્ગત કામ કરી રહ્યા છીએ. જેમાં ઇન્ટેનસીવ સર્વેલન્સ. એગ્રેસીવ પ્રક્રિયા(સેમ્પલ લેવાની કામગીરી), પોઝિટિવ કેસ અથવા સંપર્કમાં આવેલ કેસ આઇસોલેશનમાં મુકવામાં આવ્યા છે અને દર્દીઓને સારી સારવાર મળી રહે તે જરૂરી છે. તેમણે કહ્યું કે ગઇકાલે 868 સેમ્પલ લેવામાં આવ્યા હતા. હજી 1000થી વધુ રિપોર્ટ બાકી છે. તમામ ઘરના સર્વેલન્સ થશે. આવનારા સમયમાં આ કામગીરી ચાલુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement