શોધખોળ કરો
Advertisement
અમદાવાદની કઈ કોરોના હોસ્પિટલમાં પૈસા કમાવા કરાયા અનેક ગોટાળા? જાણો કયા નિયમોનો કરાયો ભંગ?
AMCની મંજૂરી વિના કોરોનાના દર્દીની સારવાર કરતી નરોડાની આત્મીય હોસ્પિટલ સીલ કરાઈ છે. એન્ટિજન કે RT-PCRવાળા દર્દીના બદલે HRCT રિપોર્ટના આધારે દર્દી દાખલ કરાતા હતા. દર્દીઓને રેમડેસિવિર પણ અપાયાનો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદઃ કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલ્સ કમાવાના ઇરાદે અનેક ગોટાળા કરી રહી છે. નરોડાની આત્મીય હોસ્પિટલમાં ચાલતા ગોટાળાને AMCના અધિકારીઓએ પકડીને કોવિડ સેન્ટર સિલ કર્યું છે. કોરોના સંક્રમિત 6 દર્દીઓને દાખલ કરવાની મંજૂરી સામે આત્મીય હોસ્પિટલમાં 13 દર્દીને દાખલ કરાયા હતા.
આ ઉપરાંત શંકાસ્પદ દર્દીઓનું નિદાન જાતે જ કરીને અહીં દાખલ કરી દેવામાં આવતા હતા. નિયમોનો ભંગ થતા આત્મીય હોસ્પિટલના કોરોના સેન્ટરને AMC દ્વારા સિલ કરવામાં આવ્યું છે. કોરોના સિવાયના ટોમોગ્રાફી ટેસ્ટના આધારે દર્દીઓને કોવિડ વોર્ડમાં દાખલ કર્યા હતા.
AMCના ચોપડે 6 દર્દીઓ જ્યારે અધિકારીએ તપાસ કરતા 13 દર્દીઓ દાખલ હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે.
AMCની મંજૂરી વિના કોરોનાના દર્દીની સારવાર કરતી નરોડાની આત્મીય હોસ્પિટલ સીલ કરાઈ છે. એન્ટિજન કે RT-PCRવાળા દર્દીના બદલે HRCT રિપોર્ટના આધારે દર્દી દાખલ કરાતા હતા. દર્દીઓને રેમડેસિવિર પણ અપાયાનો ઘટસ્ફોટ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion