શોધખોળ કરો
અમદાવાદમાં શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં થયો હોબાળો

અમદાવાદ: અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં પાટીદરા શહીદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં હોબાળો થતા કેટલાક દર્શકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમના સ્થળે આ પ્રકારનો હોબાળો મચતા શ્રદ્ધાંજલી કાર્યક્રમને થોડા સમય માટે સ્થગીત કરવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન રદમિયાન પોલીસની દબંગીરી દરમિયાન મૃત્યુ પામેલા પાટીદાર યુવકના પરિવારને આર્થિક સહાય માટે પાટીદાર માનવ સેવા સંગઠન દ્વારા અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સંગીત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ શરૂ થતાની સાથે વિરોધ દેખાયો હતો.કાર્યક્રમમાં સ્ટેજ પર અમરિશ પટેલને સ્ટેજ પર ન બોલાવાતા વિરોધ કરાયો હતો. જે દરમિયાન મીડિયા સાથે પણ ગેર વર્તુણક પણ કરાય હતી. પોલીસ અને પાટીદાર આગેવાનોએ હોબાળો થતા મામલને શાંત પાડી કાર્યક્રમ આગળ શરૂ કરાવ્યો હતો. એક શામ શહિદો કે નામ કાર્યક્રમના આયોજકો દ્વારા લાખો લોકો એકત્ર થશે તોવો દાવા કરાયો હતો જે પોકળ શાબિત થયો હતો. આને માત્ર હજારની આસપાસ લોકો જ હાજર રહ્યા હતા. મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલન દરમિયા મૃતકોના પરિવાર જનો અને પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા
વધુ વાંચો





















