શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ અમરેલી જવા પરિવારમાં મોતના નામે કઢાવી પરમીટ, તપાસ કરતા શું થયો ધડાકો? જાણો
અમદાવાદથી અમરેલી જવા એક પરિવાર ખોટું કારણ આપીને પરમીટ મેળવતા ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન કડક બનાવવામાં આવ્યું છે. તેમજ રેડ અને ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હાલ, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ છે, ત્યારે અમદાવાદથી અમરેલી જવા એક પરિવાર ખોટું કારણ આપીને પરમીટ મેળવતા ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે.
મળતી વિગતો પ્રમાણે અમરેલીના મોણપુર ગામે કુટુંબના સભ્યનુ મરણ થઈ ગયેલ હોવાનું ખોટું કારણ બતાવી અમદાવાદથી અમરેલી જિલ્લાની પરમીટ એક પરિવારે મેળવી હતી. આ પરમીટને આધારે તેઓ અમરેલી તો પહોંચ્યા પરંતુ, તેમણે ખોટી પરમીટ કઢાવી હોવાનું ખૂલતા એસ.ઓ.જી. ટીમ અમરેલી તાલુકા પોલીસે 4 ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. મહામારી સમયે પોતાના કુટુંબના સભ્યનું મરણ થયાનું ખોટું કારણ આપી અમરેલી પ્રવેશ કરવાનું તેમને ભારે પડયું છે. પોલીસ આવી પરમીટ લેનાર લોકો સામે પણ ખાનગી વોચ રાખી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion