Amul Milk Price Hike : સુમુલ પછી અમુલે પણ દૂધના ભાવમાં કર્યો વધારો, લિટરે કેટલા રૂપિયાનો કરાયો વધારો?
અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ આવતી કાલથી લાગુ પડશે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે.
![Amul Milk Price Hike : સુમુલ પછી અમુલે પણ દૂધના ભાવમાં કર્યો વધારો, લિટરે કેટલા રૂપિયાનો કરાયો વધારો? amul milk price hike Rs 2 per liter new prices will be applicable from tomorrow Amul Milk Price Hike : સુમુલ પછી અમુલે પણ દૂધના ભાવમાં કર્યો વધારો, લિટરે કેટલા રૂપિયાનો કરાયો વધારો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/30/822491fe9c5c985404ef8c798e34f3ec_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ સુમુલ ડેરીએ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યા પછી હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ આવતી કાલથી લાગુ પડશે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે.
અમુલ ગોલ્ડ ૫૦૦ મીલી પહેલા ૨૮ રૂપિયે હવે ૨૯ રૂપિયે મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામાં લિટરે ૨નો વાધારો કરાયો છે.
સુરતઃ કોરોના મહામારીમાં એક તરફ લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. બીજી તરફ મોંઘવારીનો એક પછી એક માર પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવની વચ્ચે હવે દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ગત 19મી જુને સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો થયો હતો. ગોલ્ડ, તાજા અને સ્લિમ & ટ્રિમ દૂધમાં ભાવ વધારો થયો છે.
લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે. ગોલ્ડ દૂધ હવે 60 રૂપિયા લિટર, તાજા દૂધ હવે 46 રૂપિયા લિટર અને ગાય દૂધ હવે 48 રૂપિયા લિટર મળશે. પરિવહન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે.
સુમુલ ડેરીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી તરફથી 20મી જૂનથી બે રૂપિયાનો વધારો કરાયો છે. 18 મહિના પછી આ ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાનું મુખ્ય કારણ ડિઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે. ઉત્પાદન ખર્ચ પણ વધ્યું છે, જેને કારણે આ ભાવ વધ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)