અમદાવાદમાં ગૃહિણીની વધી મુશ્કેલી, પગાર વધારાની માંગણી સાથે ઘરઘાટી હડતાળ પર
અમદાવમાદમાં ઘરઘાટી હડતાળ પર ઉતરી જતાં ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પગાર વધારાની માંગણી સાથે ઘરઘાટી હડતાળ પર ઉતર્યા છે.
Ahemdabad News: અમદાવાદમાં ઘરઘાટીએ ગૃહિણીની મુશ્કેલી વધારી છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ ઓર્ચિડ એલીગન્સ અને ગાલા મારવેલાની ઘરગાટીઓ હડતાળ પર ઉતરી ગઇ છે. અહીં 110 જેટલા ઘરઘાટી એક સાથે હડતાળ પર ઉતર્યા છે. ઘટઘાટીને એક કામના 800 રૂપિયા ચૂકવાઇ છે. આ મહેનતાણુ વધારીને હજાર રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી છે. ઘરઘાટીનું કહેવું છે મોંઘવારી સાથે ભાવમાં વધારો થવો જોઈએ, જે નથી થઇ રહ્યો. ઘરના ભાડા મોંઘા થયા છે, આવી સ્થિતિમાં ગુજરાન ચલાવું મુશ્કેલ થયું છે. તો બીજી તરફ ઘર માલિકી પણ તેમની કેટલીક સમસસ્યા છે. ઘરઘાટીને સામાન્ય રીતે કોઇ વીકલી ઓફ ન મળતો હોવાથી જ્યારે પણ રજા પાડે ત્યારે તેનો પગાર કાપવામાં નથી આવતો. જો કે હાલ અચાનક જ ઘરઘાટી હડતાળ પર ઉતરી જતાં ખાસ કરીને વર્કિગ વૂમનની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચો
PM Modi Ayodhya Visit Live: પીએમ મોદી આજે અયોધ્યા મુલાકાતે, નવા એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન, 15,700 કરોડની આપશે ભેટ
Sukanya Samriddhi Scheme: સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને આપી નવા વર્ષની ભેટ, વ્યાજદરમાં વધારાની કરી જાહેરાત
Assam News: આસામમાં 40 વર્ષના ઉગ્રવાદનો આવ્યો અંત! ULFA અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો ઐતિહાસિક કરાર
Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા ડૉ પ્રવિણ તોગડિયાને આપવામાં આવ્યું આમંત્રણ