શોધખોળ કરો
ગુજરાતમાં કઈ તારીખે કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસોમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.
![ગુજરાતમાં કઈ તારીખે કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી At what places in Gujarat can a heavy rainfall fall at some places? ગુજરાતમાં કઈ તારીખે કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/01183525/Rain-in-guj.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને અન્ય કેટલાંક વિસ્તારોને છોડીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસોમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડવાનું ચાલુ રહેશે. આ તાલુકાઓમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે.
આ ઉપરાંત મંગળવાર અને બુધવારે મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હાલ ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં પણ 3થી 5 સપ્ટેમ્બર ભારે વરસાદ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)