શોધખોળ કરો

Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક

Mehsana SIR: હાલમાં ગુજરતામાં SIRની કામગીરી ચાલી રહી છે અને વધુ એક બીએલઓના મોતના સમાચાર સામે આવ્યા છે

Mehsana SIR: સમગ્ર ગુજરાતમાં અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે, આ દરમિયાન હવે વધુ એક બીએલઓના મોતના સમાચાર સામે આવ્યા છે. SIRની કામગીરી દરમિયાન આજે મહેસાણામાંથી એક બીએલઓનું મોત થતા હડકંપ મચી ગયો છે. મહેસાણાના સુદાસણ ગામમાં એક બીએલઓ SIRની કામગીરી કરી રહ્યાં હતા તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આતવા મોત નીપજ્યુ હતુ. શિક્ષકના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, તો વળી બીજી બાજુ કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા છે.

હાલમાં ગુજરતામાં SIRની કામગીરી ચાલી રહી છે અને વધુ એક બીએલઓના મોતના સમાચાર સામે આવ્યા છે. સામે આવેલી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકાના સુદાસણ ગામે મોતની આ કરુણ ઘટના ઘટી છે. અહીં ગામમાં રહેતા અને બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષક દિનેશભાઈ રાવળનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું માહિતી મળી છે. દિનેશભાઈ રાવળ ઘરેથી SIRનું કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક તેમને ગંભીર રીતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલાં જ તેમનું દુર્ભાગ્યવશ અવસાન થયું હતું. દિનેશભાઈ રાવળ શિક્ષક તરીકે સેવા આપતા હતા અને ચૂંટણીની ફરજ તરીકે બીએલઓનું કાર્ય સંભાળી રહ્યા હતા. ફરજ દરમિયાન થયેલા આ અચાનક મોતથી ગામમાં તેમજ શિક્ષકવર્ગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ તેમના અચાનક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે અને પરિવારને સંવેદના પાઠવી છે. રાજ્યમાં વધુ એક બીએલઓના મોત બાદ કોંગ્રેસ અને શિક્ષક સંઘે સરકાર પર પ્રહારો કર્યા છે.

SIR શા માટે મહત્વનું છે?

ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને સંપૂર્ણપણે ક્ષતિરહિત બનાવવાનો છે. SIR ઝુંબેશ દરમિયાન, BLO ઘરે-ઘરે જઈને મતદારોની ખરાઈ કરે છે, નકલી કે ડમી મતદારોને દૂર કરે છે અને વિગતોમાં જરૂરી સુધારા કરે છે. જો તમે BLO ને ફોર્મ ભરીને આપી દીધું હોય, તો પણ એક જાગૃત નાગરિક તરીકે તે ઓનલાઇન અપડેટ થયું છે કે નહીં તે ચકાસવું તમારી જવાબદારી છે.

BLO એ ફોર્મ ભર્યું છે કે નહીં? આ રીતે કરો ચેક

તમારું ફોર્મ ઓનલાઇન સબમિટ થયું છે કે કેમ તે જાણવા માટે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરો:

વેબસાઇટની મુલાકાત: સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ચૂંટણી પંચનું સત્તાવાર પોર્ટલ voters.eci.gov.in ઓપન કરો.

SIR સેક્શન: હોમપેજ પર તમને 'Special Intensive Revision (SIR) – 2026' નો વિભાગ દેખાશે. ત્યાં 'Fill Enumeration Form' વિકલ્પ પર ક્લિક કરો.

લોગઈન કરો: અહીં તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ઈમેલ આઈડી અથવા EPIC (ચૂંટણી કાર્ડ) નંબર નાખવાનો રહેશે. કેપ્ચા કોડ ભરીને 'Request OTP' પર ક્લિક કરો. આવેલો OTP નાખીને 'Verify & Login' કરો.

વિગતો શોધો: લોગઈન થયા બાદ ફરીથી 'Fill Enumeration Form' પર ક્લિક કરો, તમારું રાજ્ય પસંદ કરો અને તમારો મતદાર ઓળખ કાર્ડ નંબર (EPIC No) દાખલ કરીને 'Search' બટન દબાવો.

કેવો મેસેજ આવશે?

જો ફોર્મ ભરાઈ ગયું હોય: જો BLO દ્વારા તમારું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હશે, તો સ્ક્રીન પર એક મેસેજ ફ્લેશ થશે: "Your form has already been submitted with mobile number XXXXXXXXX. Contact your BLO for more information." (તમારું ફોર્મ મોબાઈલ નંબર... સાથે પહેલાથી જ સબમિટ થઈ ગયું છે).

જો મેસેજ ન આવે: જો તમને આવો કોઈ મેસેજ દેખાતો નથી, તો તેનો અર્થ એ છે કે તમારી પ્રક્રિયા બાકી છે. આવા સંજોગોમાં તાત્કાલિક તમારા વિસ્તારના BLO નો સંપર્ક કરો.

જાતે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

જો કોઈ કારણસર BLO તમારા સુધી પહોંચી શક્યા નથી અથવા તમે ઓફલાઇન ફોર્મ નથી ભર્યું, તો તમે જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

શરત: આ માટે તમારો મોબાઈલ નંબર તમારા ચૂંટણી કાર્ડ (Voter ID) સાથે લિંક હોવો જરૂરી છે.

પ્રક્રિયા: પોર્ટલ પર 'Fill Enumeration Form' માં જઈ, રાજ્ય પસંદ કરો અને EPIC નંબર નાખો. તમારી અંગત વિગતો (જેમ કે નામ, સરનામું) ચકાસો.

દસ્તાવેજ: ઓનલાઇન વેરિફિકેશન માટે આધાર કાર્ડ જરૂરી છે. ખાસ ધ્યાન રાખો કે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં તમારું નામ એકસમાન હોવું જોઈએ. બધી વિગતો ભરીને તમે ફોર્મ સબમિટ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Embed widget