(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Drugs: ગુજરાતના દરિયામાં નશાની ખેપ પર જવાનોએ કરી સર્જિકલ સ્ટ્રાઈક, આ રીતે રાત્રે પાર પાડ્યું ઓપરેશન
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ગુજરાતના દરિયામાં જવાનોની મુસ્તૈદીથી ડ્રગ્સ તસ્કરોની કારી ફાવતી નથી. રાતના અંધારામાં સુરક્ષાકર્મીઓ ઓપરેશન પાર પાડી રહ્યા છે.
Gujarat Drugs: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ગુજરાતના દરિયામાં જવાનોની મુસ્તૈદીથી ડ્રગ્સ તસ્કરોની કારી ફાવતી નથી. રાતના અંધારામાં સુરક્ષાકર્મીઓ ઓપરેશન પાર પાડી રહ્યા છે. તાજેતરમાં જવાનોની સતર્કતાને કારણે ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાતના દરિયામાં નશાના ઝેર પર ગુજરાત ATS કહેર બનીને તૂટી છે. છેલ્લા 6 મહિનામાં જ ગુજરાત ATS એ સુરક્ષા એજંસીઓ સાથે મળી અંદાજે 5 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. રાતે બોટમાં ડ્રગ્સની હેરાફેરી કરતા નશાના સોદાગરોને જવાનોએ પકડી પાડ્યા છે. ગુજરાતના દરિયામાં જવાનોએ નશાની ખેપ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
મોરબીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો
Gujarat BJP: મોરબીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપત પંડ્યાનો વિડીયો સામે આવ્યો છે. મોરબી બ્રહ્મ સમાજના પ્રમુખ જે વીડિયો સામે આવ્યો છે તેમા કાંતિ અમૃતિયા પણ હાજર છે. બ્રિજેશ મેરજા ભાજપમાં આવ્યા ત્યારે પ્રથમ બ્રહ્મ સમજે સન્માન કર્યું. મંત્રીને એના જૂના મિત્રો પણ યાદ નથી. હું મારી ૧૫ દિવસ ૩-૩ ગાડી લઈને પ્રચારમાં ગયો છું છતાં પણ સમાજનું એક પણ કામ નથી કર્યું. સમાજ તો એમને કહે અમારા કામ નથી થયા એટલે એમને દુઃખ છે. બ્રહ્મ સમાજના લોકો કાંતિભાઈને ટિકિટ મળે તે માટે પ્રર્થના કરશે. આજે બ્રહ્મ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં નારો લાગ્યો. કાંતિભાઈ અમૃતિયા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.
તો બ્રિજેશ મેરજા ભાજપમાં આવ્યા ત્યારથી બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ પ્રત્યે શ્રદ્ધા અને લાગણી ધરાવે છે. તો બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપત પંડ્યા પણ તેના સમાજ સાથે બ્રિજેશ મેરજને ટેકો આપતા. આજે કાંતિભાઈ અમૃતિયા તુમ આગે બઢોના નારા લાગતા જૂથવાદ બહાર આવ્યો છે. કાંતિ અમૃતિયા પણ નિવેદન આપતા જોવા મળ્યા હતા. બ્રહ્મ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં તેમણે સૂચક નિવેદન આપ્યું છે. મોરબીમાં લુખ્ખાગિરિ વધી હોવાથી હવે ખુલીને મેદાને આવવાનો હુકર કર્યો છે. તો બીજી તરફ બ્રહ્મ સમાજ મંત્રી મેરજાથી નારાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બ્રહ્મ સમાજે કાંતિલાલ અમૃતિયા હાથ પકડીને આગામી વિધાનસભા ચૂંટણીમાં શંખનાદ કરવાનો હુકાર કરતા રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં ભાજપનો જૂથવાદ સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો :
Lumpy Virus: ગુજરાતના 20 જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતાં ફફડાટ, પશુપાલકો આ નંબર કરો ડાયલ
Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા