Weekly Horoscope: આજે છે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, આ અઠવાડિયું આ રાશિના જાતકો પર રહેશે મહાદેવની કૃપા, જાણો તમારું રાશિફળ
Horoscope, Weekly Rashifal 1 August to 7 August 2022: શ્રાવણના પ્રથમ સોમવારથી નવા સપ્તાહની શરૂઆત થઈ છે, જેને એક સારો સંયોગ માનવામાં આવે છે.
Horoscope, Weekly Rashifal 1 August to 7 August 2022, Saptahik Rashifal: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણના પ્રથમ સોમવારથી નવા સપ્તાહની શરૂઆત થઈ છે, જેને એક સારો સંયોગ માનવામાં આવે છે. આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે, આવો જાણીએ સાપ્તાહિક રાશિફળ
મેષ રાશિઃ આ સપ્તાહે ધનની બરબાદી થઈ શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખજો.
વૃષભ રાશિઃ ઓફિસમાં નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
મિથુન રાશિઃ આ સપ્તાહે સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો. ડાયાબિટીસના દર્દી ખાનપાન પર ધ્યાન આપે.
કર્ક રાશિઃ નવા ગેજેટ્સની ખરીદી થઈ શકે છે. લક્ઝર લાઈફમાં વૃદ્ધિ થશે.
સિંહ રાશિઃ આ સપ્તાહે જીવનસાથી સાથે કોઈ વાતને લઈ અણ બનાવ થઈ શકે છે.
કન્યા રાશિઃ આ સપ્તાહે મન પ્રસન્ન રહેશે. આવકમાં વધારો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
તુલા રાશિઃ તમામને સાથે લઈને ચાલજો. આ સપ્તાહે ભગવાન શિવની કૃપા થશે.
વૃશ્ચિક રાશિઃ આ સપ્તાહે હરિફો પરેશાન કરી શકે છે. તમારી જૂની વાતો બહાર આવી શકે છે.
ધન રાશિઃ આ રાશિના જાતકોને ધનનો લાભ યોગ બની રહ્યો છે. જમીન, મકાનમાં રોકાણ કરી શકે છે.
મકર રાશિઃ ઈજા થઈ શકે છે. સતર્ક રહેજો. આ સપ્તાહે વાણી પણ નિયંત્રણ રાખજો.
કુંભ રાશિઃ નિયમ અને અનુશાસનનું પાલન કરશો તો જ આ સપ્તાહે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો.
મીન રાશિઃ મિત્રો સાથે પાર્ટી કરો શકો છે. આ સપ્તાહે ઘરમાં માન સન્માનમાં વધારો થશે.