વીડિયોમાં દેખાતી છોકરીને લઈને ભરતસિંહ સોલંકીએ કર્યો ધડાકો, તેની સાથે મારે...
અમદાવાદ: યુવતી સાથેનો વિડીયો વાયરલ થયા બાદ આજે ભરતસિંહ સોલંકી દ્વારા પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી. ભરતસિંહ સોલંકી આજે પત્રકાર પરિષદ દરમિયાન પોતાના ત્રીજા લગ્ન કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી,
અમદાવાદ: યુવતી સાથેનો વિડીયો વાયરલ થયા બાદ આજે ભરતસિંહ સોલંકી દ્વારા પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી. ભરતસિંહ સોલંકી આજે પત્રકાર પરિષદ દરમિયાન પોતાના ત્રીજા લગ્ન કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી, જે વિડીયો વાયરલ થયો અને તેની અંદર જે યુવતી દેખાય છે તેની ઓળખ આપતાં તેમણે કહ્યું હતું કે તેનું નામ રિદ્ધિ પરમાર છે અને મારે તેમની સાથે સામાજિક સંબંધ છે, કોઈપણ રાજકીય સંબંધ નથી. આ ઉપરાત કે તે કોઈ કાર્યકર નથી. મારે ત્રીજા લગ્ન કરવાની ઈચ્છા છે, જો સામા પક્ષને અને તેમના પરિવારને મંજુર હશે તો હું ત્રીજા લગ્ન પણ કરી શકાય એવી વાત પણ ભરતસિંહ સોલંકીએ જાહેરમાં કરી હતી અને આ વાત કર્યા બાદ તુરંત જ તેમણે રાજકારણમાં થોડા સમય માટે બ્રેક લેવાની પણ જાહેરાત કરી દીધી હતી.
આ પત્રકાર પરિષદની અંદર ભરતસિંહ સોલંકીએ એવી જાહેરાત કરી કે તે આગામી થોડા સમય માટે રાજકારણમાંથી બ્રેક લઇ રહ્યા છે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે આ સમય દરમિયાન તેઓ સામાજિક રીતે કાર્યો કરતા રહેશે. ઓબીસી સમુદાયના હોય અનુસૂચિત જાતી સમુદાય હોય તેમના સંમેલનનો તેઓ કરતા રહેશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તેઓ સામાજિક કાર્ય પોતાનું ચાલુ રાખશે.
મહત્વપૂર્ણ બાબત છે કે છેલ્લા ઘણા સમયથી ભરતસિંહ સોલંકીના પત્ની દ્વારા કેટલાક પત્રો અને વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઇને કોંગ્રેસની અને ભરતસિંહ સોલંકીની છબીને નુકસાની પહોંચી હતી.જેથી ભરતસિંહ સોલંકી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત એ પણ બાબત છે કે ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની રેશમા પટેલ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે તેમના ચરિત્ર અંગે વાત કરતા તેમણે કહ્યું કે મારી પાસે ઘણા જ પુરાવા છે કે હું મીડિયામાં નહીં આપું કોર્ટની અંદર છૂટાછેડા માટેનો કેસ ચાલી રહ્યો છે. કોર્ટમાં તમામ પુરાવા હું રજૂ કરીશ અને એ પુરાવા જ્યારે મીડિયા સમક્ષ આવશે ત્યારે મીડિયા પણ ચોંકી જશે.
ભરતજીએ એવું પણ ઉમેર્યું હતું કે જ્યારે તેઓ કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા ઓક્સિજન ઉપર હતા ત્યારે પણ તેમની પત્ની એવું જ કહેતી હતી કે મારી પ્રોપર્ટી મને આપી દો પછી એવું પણ જણાવ્યું કે મારા પિતાને ફોન કરી અને કહ્યું હતું કે આ ભરત હવે લાંબુ નહીં જીવે. આ ઉપરાંત દોરા-ધાગા કરનારાઓ પાસે જઈ અને રેશ્મા પટેલ એવું કહેતા હતા કે આ કેટલું જીવવાના છે કહેવાનો મતલબ એ હતો કે તેમના પત્નીનું લક્ષ્ય માત્ર ને માત્ર પ્રોપર્ટી છે