Bhavnagar Ahmedabad Highway: અમદાવાદ આવતા મુસાફરો એલર્ટ! 9 મહિના સુધી આ હાઈવે રહેશે બંધ, જાણો ક્યા આપવામાં આવ્યું ડાયવર્ઝન
Bhavnagar Ahmedabad Highway: ભાવનગરથી અમદાવાદ અને અમદાવાદથી ભાવનગર મુસાફરી કરતા મુસાફરોને મોટો ઝટકો લાગ્યો છે.
Bhavnagar Ahmedabad Highway: ભાવનગરથી અમદાવાદ અને અમદાવાદથી ભાવનગર મુસાફરી કરતા મુસાફરોને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, બ્રિજની કામગીરીને કારણે ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને શોર્ટ રૂટ તરીકે ઓળખાતા રોડને આજ (14મી એપ્રિલ)થી બંધ કરવામાં આવ્યો છે. જો કે, આ રુટ એક બે દિવસ માટે નહીં પરંતુ 9 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. આમ અમદાવાદથી ભાવનગરની મુસાફરી કરવા માટે 80 કિમીનો મસમોટો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું
તો બીજી તરફ આ નવા ડાયવર્ઝનને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. તારીખ 14 એપ્રિલ 2023થી 12 ડિસેમ્બર 2023 સુધીના વૈકલ્પિક રુટનુ જાહેરનામું બહાર પાડ્યુ છે. ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનો ભાવનગરથી વાયા વલ્લભીપુર , બરવાડા ,ધંધુકા અને બગોદરા થઈને જશે. ભાવનગરથી વડોદરા જવા માટે વાયા વલ્લભીપુર , બરવાડા ,ધંધુકા, ફેદરા પિપળી થઈને જઈ શકશે. ભાવનગરથી વડોદરા જવા માટે વાયા વલ્લભીપુર, બરવાડા ,ધંધુકા, ધોલેરા , ભળિયાદ પિપળી થઈ જશે. ભાવનગરથી વડ઼ોદરા જવા માટે વાયા વલ્લભીપુર, બરવાડા ,ધંધુકા, ધોલેરા, ફેદરા, પિપળી અને વટામણ થઈને જશે.
સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલો
સાંસદ શક્તિસિંહ ગોહિલે આ રસ્તો બંધ કરવા અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, શોર્ટ રૂટના નામથી ઓળખાતો ભાવનગરથી અમદાવાદ જતા રસ્તાને સરકારશ્રીએ બંધ કરવાનો જે તઘલખી નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેર વિચારણા કરે તેવી માંગ કરું છુ. બ્રિજના કામ માટે રસ્તો ૯ મહિના સુધી સંર્પૂણ બંધ કરી ૮૦ કિલોમીટર સુધીનું લાબું ડાયવર્ઝન ? સરકારશ્રીએ કોન્ટ્રાક્ટરનું હિત નહીં લોકહિતનું ધ્યાન રાખવું જોઈએ. રસ્તાની સમાંતર આવતા ગામોમાંથી ડાયવર્ઝન આપવા જોઈએ જેથી નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને મુસાફરોને હાડમારીનો સામનો ન કરવો પડે.
ગુજરાત વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા ભાજપ સરકારે તૈયાર કરી ફોર્મ્યુલા
ગાંધીનગર: વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા ભાજપ સરકારે ફોર્મ્યુલા તૈયાર કરી છે. AAPને એક સમિતિમાં સ્થાન આપવાની સરકારની ફોર્મ્યુલા છે. AAPના ધારાસભ્યો સમિતિમાંથી ઉમેદવારી પાછી ખેંચે તો એક સમિતિમાં સ્થાન અપાશે. AAPના 1 ધારાસભ્યને આદિજાતિ સલાહકાર પરિષદમાં સ્થાન આપવા ભાજપ સરકાર તૈયાર છે. કોંગ્રેસને પણ બે સમિતિઓમાં 1 - 1 સભ્ય વધારી આપવાની ફોર્મ્યુલા તૈયાર છે. જાહેર હિસાબ સમિતિ અને પંચાયતી રાજ સમિતિમાં કોંગ્રેસના 2 - 2 સભ્યોને સ્થાન આપવાની ફોર્મ્યુલા છે. AAP અને કોંગ્રેસ જો આ પ્રમાણે સમજૂતી કરશે તો ચૂંટણી કરવી નહિ પડે.