શોધખોળ કરો
Advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કયા બે નેતાને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ બે નેતા?
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદઃ ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેશે. જેને કારણે હવે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર નહીં કરી શકે.
થોડી વાર પહેલા જ યુએન મેહતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન પ્રસારિત કરાયું હતું. સી એમ વિજય રૂપાણીની તબિયત સુધારા પર છે. સી એમના ઇસીજી , ઇકો , સીટી સ્કેન રિપોર્ટ નોર્મલ છે. ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. સીએમને 24 કલાક ઓબ્ઝર્વેસનમાં રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion