ગુજરાતની કઈ ભાજપ શાસિત નગરપાલિકા સામે ભાજપના જ સભ્ય બેઠા ઉપવાસ પર? જાણો વિગત
બોટાદ નગરપાલિકા ના વોર્ડ નંબર 10ના ભાજપના સભ્ય પ્રતિક ઉપવાસ પર બેઠા છે. મેઘજીભાઈ તલસાનીયા નગરપાલિકા કચેરી બહાર ઉપવાસ પર બેઠા છે.
બોટાદઃ બોટાદ નગરપાલિકા ના વોર્ડ નંબર 10ના ભાજપના સભ્ય પ્રતિક ઉપવાસ પર બેઠા છે. મેઘજીભાઈ તલસાનીયા નગરપાલિકા કચેરી બહાર ઉપવાસ પર બેઠા છે. વોટર વકર્સ શાખામાં ભ્રષ્ટાચાર થયેલ હોઈ નગરપાલિકા તપાસ કરે તેવી માંગ કરી. નગરપાલિકાના પ્રમુખ સહિતને રજુઆત કરવા છતાં પગલાં લેવામાં નહિ આવતા ઉપવાસ શરૂ કર્યા.
2019માં ચીફ ઓફિસર અને એન્જીનીયર સુનિલ પરમાર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ મેઘજીભાઈ દ્વારા કરવામાં આવ્યો છે. બોટાદ નગરપાલિકા માં 40 સભ્યો ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના છે. ભાજપના શાસનમાં ભાજપના જ સભ્ય દ્વારા ભ્રષ્ટાચારને લઈ પ્રતિક ઉપવાસ કરતા રાજકારણ ગરમાયુ છે.
કોના આપઘાતના કારણે બનાસ મેડિકલ કોલેજમાં C.R. પાટીલનો કાર્યક્રમ કરવો પડ્યો રદ ?
બનાસકાંઠાઃ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો બનાસ મેડિકલ કોલેજમાં કાર્યક્રમ રદ કરાયો છે. છેક છેલ્લી ઘડીએ અચાનક સી. આર. પાટીલનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરાઈ છે. સત્તાવાર રીતે આ કાર્યક્રમ કેમ રદ કરાયો એ વિશે કોઈ માહિતી અપાઈ નથી પણ મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાતાં કાર્યક્રમ રદ કરાયાનું મનાય છે.
બનાસ મેડિકલ કોલેજમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ મહિલા સંમેલનમાં હાજરી આપવાના હતા. વિદ્યાર્થીના આપઘાતના કારણે બનાસ મેડિકલ કોલેજમાં સાદગીપૂર્ણ રીતે આજે મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે પાટિટનો કાર્યક્રમ રદ કરાયાનું મનાય છે.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે પાલનપુરની બનાસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતની ઘટના મંગળવારે બની હતી. MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની માહિતી પણ પોલીસે આપી છે.
બનાસ મેડિકલ કોલેજના હોસ્ટેલના ધાબા પરથી પડતું મૂકી વિદ્યાર્થીએ વહેલી સવારે આપઘાત કર્યો હતો. માઈક્રોબાયોલોજીનું આજે પેપર હોવાના કારણે વિદ્યાર્થી માનસિક તણાવમાં હોવાથી આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ પોલીસે આપ્યું છે. આ ઘટનાના કારણે બનાસ મેડિકલ કોલેજમાં સાદગીપૂર્ણ રીતે આજે મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી થશે. પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.