શોધખોળ કરો

Gujarat Election 2022: ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, ભાજપના આ દિગ્ગજ નેતાએ કરી અશોક ગેહલોત સાથે મુલાકાત

Gujarat Election: ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા અશોક ગેહલોત અમદાવાદમાં છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયુ

Gujarat Election 2022: ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા અશોક ગેહલોત અમદાવાદમાં છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.  

Gujarat Election 2022: ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, ભાજપના આ દિગ્ગજ નેતાએ કરી અશોક ગેહલોત સાથે મુલાકાત

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે અશોત ગેહલોત સાથે મુલાકાત કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા અશોક ગેહલોત અને જયનારાયણ વ્યાસ વચ્ચે થયેલી બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે 20 મિનિટ જેટલો સમય બંને નેતાઓએ બંધ બારણે બેઠક કરી હતી. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ છે.

ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો

ચૂંટણી પહેલા છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાધિકા રાઠવાએ ફેસબુક ઉપર કેજરીવાલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. રાધિકા કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અમરસિંહ રાઠવાના સુપુત્રી છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ કમેટીમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. રાધિકા રાઠવા 138 જેતપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. નોંધનિય છે કે, આ બેઠક ઉપર વિપક્ષ નેતા સુખરામ રાઠવા વર્તમાન ધારાસભ્ય છે.

સુરતના આ દિગ્ગજ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે

 મિશન 2022ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવશે. અલ્પેશ કથીરીયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથિરિયા આપમાં જોડાશે. નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. abp અસ્મિતા સાથેની ટેલીફોનીક વાતમાં અલ્પેશે સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.

કેજરીવાલનો ગુજરાતમાં મોટો દાવ

વિધાનસભાની ચૂંટણીને લઈને આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આજે ડેડીયાપાડા ખાતે જનસભા યોજાઈ હતી. તો બીજી તરફ આજે રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ભાવનગર જશે. રાત્રી રોકાણ હોટલ નિલમબાગ ખાતે કરશે અને સવારે કરશે પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે 11 વાગે હોટલ નિલમબાગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની પ્રેસ યોજાશે.

આ પ્રસંગે એવી માહિતી સામે આવી રહી છે કે, ભાવનગર વિર માંધાતા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાય તેવી સંભાવના છે. અગાવ રાજુ સોલંકી સૌ પ્રથમવાર કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 24 કલાકમાં જ તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા.  હવે તેઓ આમ આદમી પાર્ટીનું જાડું પકડશે. આવતીકાલે બંને સીએમની ઉપસ્થિતિમાં રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Embed widget