ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર ભાજપે આકરા પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત ભાજપના SC મોરચાના અધ્યક્ષ ગૌતમ ગેડિયાએ મેવાણીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે મેવાણી માત્ર નફરતની રાજનીતિ કરે છે. મેવાણીએ વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી કરી છે.
મેવાણી માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની વાતો કરે છે. જિજ્ઞેશ મેવાણીએ માત્ર નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મેવાણીએ ગુજરાતમાં નફરતની રાજનીતિ શરૂ કરી છે.
ભાજપ જિજ્ઞેશ મેવાણીને લઈને રાજ્યભરમાં ધરણા કરશે. તેમણે કહ્યું હતું કે મેવાણી માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની વાતો કરે છે. જિજ્ઞેશ મેવાણીએ માત્ર નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મેવાણીએ ગુજરાતમાં નફરતની રાજનીતિ શરૂ કરી છે. અલગ અલગ સ્થાને ધરણા કરીશું. મેવાણી માફી નહીં માંગે ત્યા સુધી ધરણા કરીશું. મેવાણીનું કામ લોકોની વચ્ચે માત્ર તાલી પડાવવાનું છે. મેવાણી કેમ યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરતા નથી. મેવાણીએ પીએમ મોદીનું અપમાન કર્યું છે. પીએમનું અપમાન એ ઉત્તર ગુજરાતનું અપમાન છે. મેવાણીએ ડો.બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે.
નોંધનીય છે કે અગાઉ ગુજરાતમાં પોલીસ પરિવારના મુદ્દે ચાલી રહેલા વિરોધ અને પોતાના વિરુદ્ધ યોજાયેલી રેલીઓ અંગે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા મેવાણીએ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ કોઈના હાથો ન બને. મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમે નાના પોલીસ કર્મચારીઓ માટે લડીએ છીએ. અમે જ પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને વિધાનસભામાં અવાજ ઉઠાવીને રજૂ કરીએ છીએ." તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના વિરુદ્ધ રેલીઓ કરવાથી તેમનું કંઈ જ બગડવાનું નથી, "મારા વિરુદ્ધ રેલી કરવાથી મારું પેટનું પાણી પણ નહીં હલે, તમને હજુ મારો જીગરો ખબર જ નથી," તેમ કહી તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં નાના કર્મચારીઓને ડરાવી-ધમકાવીને વિરોધ પ્રદર્શનો કરાવાય છે. તેમણે કહ્યું કે, "નાના કર્મચારીઓને સસ્પેન્ડ અને ટ્રાન્સફરની ધમકી આપીને વિરોધ કરાવવામાં આવે છે."
પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મેવાણીના 'પટ્ટા ઉતારવા'ના નિવેદનનો બચાવ કરતાં કહ્યું હતું કે, "જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે જો દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હોય અને તમે કામગીરી નહીં કરો તો તમે સસ્પેન્ડ થશો, તેવી વાત કરી હતી."





















